તમે કોઈ દિવસ નહિ બનાવ્યા હોય. આજે જ બનાવીને ટ્રાય કરો…

ચોકલેટ ટુટીફ્રુટી ગુજીયા (Chocolate Tutifruti Gujiya)

સામગ્રી-

કણક માટે

– 2 કપ ઓલ પર્પઝ લોટ
– 4 1/2 ટેબલસ્પુન ઘી
– કણક બાંધવા પાણી
– તળવા માટે તેલ

પુરણ માટે

– 1 કપ માવો
– 1 ટી સ્પુન ઘી
– 3 ટેબલસ્પુન કોપરાનું સિલોની ખમણ
– 3-4 ટેબલસ્પુન ચોકલેટ ચીપ્સ
– 4 ટેબલસ્પુન સુકો મેવો
– 3-4 ટેબલસ્પુન સાકર
– 2 ટેબલસ્પુન ટુટીફ્રુટી
– 1/8 ટી સ્પુન જાયફળ પાવડર

ચાસણી માટે

– 1/4 કપ સાકર
– 3/4 કપ પાણી

તજ મસાલા

– 1/4 કપ સાકર પાવડર
– 1 ટેબલસ્પુન તજ

મેંદાની સ્લરી

– 2 ટેબલસ્પુન પાણી
– 1 ટેબલસ્પુન મેંદો

ડેકોરેશન માટે

– 1/4 કપ ચોકલેટ ચીપ્સ
– 1 ટીસ્પુન કોપરેલ તેલ

રીત-

– કણક માટેની સામગ્રી ભેગી કરી કણક બાંધો.
– ભીના કપડા વડે ઢાંકી 30 મિનિટ માટે અલગ મુકી દો.

પુરણ માટે

– પેનમાં ઘી ગરમ કરો.
– તેમાં માવો નાખી 2-3 મિનિટ માટે સાંતળો.
– કોકોનટ પાવડર ને નાખી સુગંધ આવે ત્યાં સુધી શેકો અને ગેસ પરથી નીચે ઉતારો.
– શેકેલો સુકો મેવો ઉમેરી બરાબર મિક્સ કરો.
– હવે થોડીવાર માટે બાજુએ મુકો.
– મિશ્રણ હુંફાળો હોય ત્યારે તેમાં ટુટીફ્રુટી, સાકર, જાયફળ પાવડર, ચોકલેટ ચીપ્સ ઉમેરી હલાવો. (મિશ્રણ હુંફાળો હોવાથી ચોકલેટ સહેજ મેલ્ટ થશે પણ તેથી ચિંતા કરવી નહીં)

ચાસણી માટે

– પેનમાં પાણી, સાકર લઈ ચાસણી બનાવો

– તજ નો મસાલો મિક્સ કરો.

ગુજીયા માટે

– કણકની પુરીઓ વણી પુરણ ભરી કિનારીએ સ્લરી લગાડી ઘુઘરા વાળો.
– તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘુઘરા તળી લો.
– ઠંડા કરો.
– ચાસણીમાં 1 મિનિટ માટે ડુબાડી તજ મસાલા માં રગદોળો.
– ડેકોરેશન માટેની ચોકલેટને મેલ્ટ કરી કોપરેલ તેલ ઉમેરી ઘુઘરા પર લીટીઓ પાડી સેટ કરો.
– તૈયાર.

રસોઈની રાણી – મનાલી
સાભાર – ઉર્વી શેઠિયા (મુંબઈ)

હમમ થોડી મેહનત છે બનાવામાં પણ ટેસ્ટની તો ના પૂછો વાત… નાના મોટા બધાને બહુ ભાવે.. શેર કરો લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!