બનાવા મા સરળ, સ્વાદ મા સ્વાદિષ્ટ અને માવા મા ભેળસેળ ની ચિંતા વગર માણો મિલ્ક-ચોકલેટ બરફી

- Advertisement -

મિલ્ક-ચોકલેટ બરફી (Milk Chocolate Barfi)

 

સામગ્રી:-

૧ કપ મિલ્ક પાવડર
૧/૪ કપ દૂધ
૧/૪ કપ ઘી
૧/૨ કપ દળેલી ખાંડ
ચપટી એલચી પાવડર

૧/૨ કપ મિલ્ક પાવડર
૨ ટેબલ સ્પૂન દૂધ
૨ ટેબલ સ્પૂન ઘી
૧/૪ કપ દળેલી ખાંડ
૨ ટેબલ સ્પૂન કોકો પાવડર

રીત :

કડાઇ મા ઘી ગરમ થાય પછી મિલ્ક પાવડર નાંખી ધીમા તાપે ૨-૩ મિનિટ સેકવુ. તેમાં દૂધ ઉમેરી હલાવી ખાંડ મેળવી લેવી. હલાવતા રહેવું , ગઠ્ઠ થવા આવે એટલે એલચી પાવડર નાંખી બરાબર હલાવી ઘી લગાડેલ બેકીંગ પેપર પર કાઢી પાથરી લેવુ.

હવે ૧/૨ કપ વાળી સામગ્રી ની પણ ઉપર જણાવેલ રીત થી કોકો પાવડર વાળી બરફી બનાવી એને મિલ્ક બરફી પર પાથરી દેવી. ઠંડું પડે પછી ૨-૩ કલાક ફ્રીજ મા મુકવી.

તમારા મનગમતા આકાર મા કાપી સ્વાદિષ્ટ બરફી ની મઝા માણો.

રૂપલ શાહ ( Australia)

ખુબ સરળ રીત બતાવી છે, બનાવો અને ખાવ. શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી