“ચોકલેટ ટુટીફ્રુટી ગુજીયા” – આજે બનાવીએ ઘુઘરા થોડા ટવીસ્ટ સાથે….

“ચોકલેટ ટુટીફ્રુટી ગુજીયા”

સામગ્રી-

કણક માટે:

– 2 કપ ઓલ પર્પઝ લોટ,
– 4 1/2 ટેબલસ્પુન ઘી,
– કણક બાંધવા પાણી,
– તળવા માટે તેલ,

પુરણ માટે:

– 1 કપ માવો,
– 1 ટી સ્પુન ઘી,
– 3 ટેબલસ્પુન કોપરાનું સિલોની ખમણ,
– 3-4 ટેબલસ્પુન ચોકલેટ ચીપ્સ,
– 4 ટેબલસ્પુન સુકો મેવો,
– 3-4 ટેબલસ્પુન સાકર,
– 2 ટેબલસ્પુન ટુટીફ્રુટી,
– 1/8 ટી સ્પુન જાયફળ પાવડર,

ચાસણી માટે:

– 1/4 કપ સાકર,
– 3/4 કપ પાણી,

તજ મસાલા:

– 1/4 કપ સાકર પાવડર,
– 1 ટેબલસ્પુન તજ,

મેંદાની સ્લરી:

– 2 ટેબલસ્પુન પાણી,
– 1 ટેબલસ્પુન મેંદો,

ડેકોરેશન માટે:

– 1/4 કપ ચોકલેટ ચીપ્સ,
– 1 ટીસ્પુન કોપરેલ તેલ,

રીત:

– કણક માટેની સામગ્રી ભેગી કરી કણક બાંધો.
– ભીના કપડા વડે ઢાંકી 30 મિનિટ માટે અલગ મુકી દો.

પુરણ માટે:

– પેનમાં ઘી ગરમ કરો.
– તેમાં માવો નાખી 2-3 મિનિટ માટે સાંતળો.
– કોકોનટ પાવડર ને નાખી સુગંધ આવે ત્યાં સુધી શેકો અને ગેસ પરથી નીચે ઉતારો.
– શેકેલો સુકો મેવો ઉમેરી બરાબર મિક્સ કરો.
– હવે થોડીવાર માટે બાજુએ મુકો.
– મિશ્રણ હુંફાળો હોય ત્યારે તેમાં ટુટીફ્રુટી, સાકર, જાયફળ પાવડર, ચોકલેટ ચીપ્સ ઉમેરી હલાવો. (મિશ્રણ હુંફાળો હોવાથી ચોકલેટ સહેજ મેલ્ટ થશે પણ તેથી ચિંતા કરવી નહીં)

ચાસણી માટે:

– પેનમાં પાણી, સાકર લઈ ચાસણી બનાવો

– તજ નો મસાલો મિક્સ કરો.

ગુજીયા માટે:

– કણકની પુરીઓ વણી પુરણ ભરી કિનારીએ સ્લરી લગાડી ઘુઘરા વાળો.
– તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘુઘરા તળી લો.
– ઠંડા કરો.
– ચાસણીમાં 1 મિનિટ માટે ડુબાડી તજ મસાલા માં રગદોળો.
– ડેકોરેશન માટેની ચોકલેટને મેલ્ટ કરી કોપરેલ તેલ ઉમેરી ઘુઘરા પર લીટીઓ પાડી સેટ કરો.
– તૈયાર.

રસોઈની રાણી – મનાલી

સાભાર – ઉર્વી શેઠિયા (મુંબઈ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી