ચોકલેટ પિઝ્ઝા – ઓવન વગર બનતા આ ટેસ્ટી પીઝા બનાવો હવે ઘરે ……

ચોકલેટ પિઝ્ઝા

મિત્રો, ચોકલેટનો ઉપયોગ કરીને સદીઓથી અનેક વાનગીઓ બનતી રહી છે. આ ચોકલેટ ખરેખર તો 5000 વર્ષ જૂની છે. હા, તમે સાચું સાંભળ્યું. માયન સંસ્કૃતિમાં કોકો બિન્સનો ઉપયોગ કરીને એક પીણું બનાવવામાં આવતું. જેને “ડ્રિન્ક ઓફ ધ ગોડ્ઝ” કહેવાતું.

કાલે મને ચોકલેટ પિઝ્ઝા બનાવવાનો વિચાર આવ્યો અને મેં ફટાફટ અમલમાં મૂક્યો. આપણે આજે આ પિઝ્ઝાનો બેઝ પણ બનાવશું અને ટોપિંગ પણ. તો ચાલો, શરૂ કરીએ.

સામગ્રી:

પિઝ્ઝા બેઝ માટે:

  • 50 ગ્રામ – ઘઉંનો લોટ,
  • 10 ગ્રામ – કોકો પાઉડર,
  • 2 tbsp – ટોપરાનું ખમણ,
  • 1 tsp – મરી પાઉડર,
  • મીઠું – જરૂર મુજબ,
  • દૂધ – લોટ બાંધવા માટે.

પિઝ્ઝા ટોપિંગ માટે:

  • ક્રન્ચી પિનટ બટર – જરૂર મુજબ,
  • ચીઝ – જરૂર મુજબ,
  • વ્હાઇટ ચોકલેટ – જરૂર મુજબ

બટર – પિઝ્ઝા શેકવા માટે

રીત:

1) પહેલા ઘઉંના લોટમાં કોકો પાઉડર, ટોપરાનું ખમણ, મરી પાઉડર અને મીઠું ઉમેરી દૂધથી લોટ બાંધો. અને 10 મિનિટ રેસ્ટ આપો.2) લોટમાંથી એકસરખા લૂવા તૈયાર કરી લો. અને બધા લૂવાને રાઉન્ડ શેઈપમાં વણી લો. આપણે પૂરીથી થોડું જાડું વણીશું એટલે સરસ થિન ક્રસ્ટનો બેઝ તૈયાર થશે.3) પિઝ્ઝા બેઝને નોન સ્ટીક પેનમાં મધ્યમ તાપે બન્ને બાજુથી થોડો શેકી લો અને ઠંડો પડવા દો.4) બેઝ પર પિનટ બટર લગાવીને ખમણેલી વ્હાઇટ ચોકલેટ ભભરાવો અને બેઝ પર જ ચીઝ છીણી લો.5) હવે ગેસ ઓન કરીને પેનમાં બટર મૂકો. અને પછી તેના પર પિઝ્ઝા મૂકીને પિઝ્ઝાને મોટા વેસલથી ઢાંકીને મધ્યમ તાપે ચીઝ અને ચોકલેટ ઓગળે ત્યાં સુધી થવા દો. પેન પરથી લઈને તરત સર્વિંગ ડીશમાં સર્વ કરો.

પિનટ બટર, ચોકલેટ અને ચીઝ – બધું સાથે ગરમ થશે એટલે આ પિઝ્ઝા awesome લાગવાના એમાં કોઈ શંકા નથી અને આપણે ઘઉંનો બેઝ તૈયાર કર્યો છે એટલે બધા enjoy કરી શકશે.

*ઉપયોગી ટિપ્સ*

– બેઝને તમે 2 થી 3 કલાક અગાઉ કાચા પાકા શેકીને રાખી શકો.

– તમે ઈચ્છો તો ટોપિંગમાં બટરસ્કોચ ક્રન્ચ પણ લઇ શકો.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી