“ચોકલેટ મફીન્સ” બાળકોને તો પસંદ આવશે જ સાથે સાથે ઘરના વડીલોને પણ પસંદ આવશે…

“ચોકલેટ મફીન્સ”

સામગ્રી :

૧ કપ.. મેંદો ,
૨ ટે સ્પૂન.. કોકો પાવડર,
૧/૨ કપ.. દૂધ,
૧/૨ કપ.. બટર,
૧/૨ કપ.. દળેલી ખાંડ,
૧/૨ ટી સ્પૂન. બેકીંગ પાવડર,
૧/૪ ટી સ્પૂન.. બેકીંગ સોડા,
૧/૨ ટી સ્પૂન.. વેનીલા એસેન્સ,
સીલીકોન કપ મોલ્ડ / પેપર કપ્સ.. જરૂર પ્રમાણે,

રીત :

• ઓવન ૧૮૦° પર પ્રિ-હીટ કરવા મૂકો.
• બટર રૂમ ટેમ્પરેચર પર રાખવું.
• દૂધ થોડું ગરમ કરી લો.
• એક બાઉલ માં મેંદો, કોકો પાવડર, બેકીંગ પાવડર, બેકીંગ સોડા બધું ૨ વારચાળી લો.
• બીજા મોટા બાઉલ માં બટર ને બીટર થી ફીણી લો. પછી ખાંડ ઉમેરી ફરી થી બીટ કરો. હવે સાધારણ ગરમ કરેલું દૂધ અને એસેન્સ ઉમેરી મિક્સ કરો.
• હવે મેંદા નું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી બેટર તૈયાર કરી કપ મોલ્ડ માં અડધે સુધી ભરો. આ રીતે બધા કપ્સ ભરી દો. કપ્સ બેકીંગ ટ્રે માં મૂકી પ્રિ-હીટેડ ઓવન માં મૂકી ૨૦- ૨૫ મિનિટ બેક કરો.
• બેક થાય પછી અનમોલ્ડ કરી સર્વ કરો.

નોંધ :

આ માપ થી લગભગ ૧૦-૧૧ મફીન્સ બનશે.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી