“ચોકલેટ લાવા કેક” – બાળકોને જરૂરથી બનાવી આપજો.. ખુશ થઇ જશે..

“ચોકલેટ લાવા કેક”

સામગ્રી :

3 ઓરીયો બિસ્કિટ,
ચપટી બેકિંગ પાવડર,
1 ચમચી દળેલી ખાંડ,
2 ચમચી દૂધ,

રીત :

મીક્સર જારમાં ઓરીયો બિસ્કિટ, બેકિંગ પાવડર, દળેલી ખાંડ ઉમેરી પીસી લો.

હવે એમા દૂધ ઉમેરી ફરી પીસી લો.

હવે સિલિકોન મોલ્ડ મા 1 ચમચી આ મિશ્રણ મૂકી ત્યારબાદ વચ્ચે નાનો ચોકલેટ બોલ મૂકી ફરી એને બિસ્કીટ ના મિશ્રણ થી કવર કરો.

હવે આ મોલ્ડ ને માઇક્રોવેવ મા હાઇ પાવર પર 1 મિનિટ મૂકો. તૈયાર છે 1 મિનિટમાં ચોકોલાવા કેક.

રસોઈની રાણી : લીના. જય પટેલ ( અમદાવાદ )

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી