Chocolate cake cum brownie (ચોકલેટ કેક કમ બ્રાઉની)

IMG_20130725_215844

 

કોઈના બર્થ ડે પર તમે આવી કેક બનાવી જે તે વ્યક્તિનો એક અક્ષર લખી શકો!

 

“ચોકલેટ કેક કમ બ્રાઉની”

 

સામગ્રી :

મેંદો, દળેલી ખંડ, બેકિંગ પાઉડર, કોકો પાઉડર, બટર, દૂધ, ખાવાનો સોડા, ચોકલેટ સોસ, અખરોટ,વેનીલા એસન્સ

 

પધ્ધત્તિ :

બટરને ઓગળી તેમાં એક કપ દૂધ નાખીને એને મિક્સ કરવું. પછી તેમાં થોડા વેનીલા એસન્સના ટીપા નાખવા. પછી બે ચમચી બેકિંગ પાઉડર અને અડધો ચમચી ખાવાનો સોડા નાખવું. પછી તેમાં ત્રણ ચમચી કોકો પાઉડર, ૧૦૦ ગ્રામ મેંદો અને ૧.૨૫ ગ્રામ દળેલી ખાંડ નાખવી અને એકદમ હલાવીને મિક્સ કરી દેવું.પછી તેમાં અખરોટના કટકા નાખવા.

 

એક ખાલી કુકરના તળિયે ખાવાનો સોડા નાખી, તેને પાચ મિનીટ ધીમા તાપે બંધ કરીને (કુકરની સીટી કાઢી દેવી) ગરમ કરવું. એક વાસણના અંદરના ભાગમાં બટર લગાવીને ઉપર મુજબ બનાવેલ પેસ્ટને આ વાસણમાં લઇ, વાસણને કુકરના તળિયેથી થોડું ઉપર રહે તેમ રાખીને બંધ કરી દેવું. આ કુકરને ૪૫ મિનીટ મીડીયમ આંચ પર ગરમ થવા દેવું. ૧૦ મિનીટ એને ઠરવા દેવું. ત્યારબાદ કેક બહાર કાઢ્યા પછી તેના પર ચોકલેટ સોસ લગાવીને પીરસવું. એના પર ડેરીમિલ્કને છીણીને ડેકોરેશન પણ કરી શકાય છે.

 

સૌજન્ય : રાધિકાબેન (રાજકોટ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!