ચોકલેટ કેક – કૂકર માં (ઓવન / માઈક્રોવેવ વગર)…….. Without condensed milk

ચોકલેટ કેક – કૂકર માં (ઓવન / માઈક્રોવેવ વગર)…….. Without condensed milk

મિત્રો , ઓવન / માઈક્રોવેવ વગર પણ ખુબજ આસાની થી કૂકર માં કેક બનાવી શકાય છે, જે સૌ ની ફેવરીટ અને આ કેક એવી સામગ્રી થી બનાવી શકાય કે તેમાં જોઇતી તમામ સામગ્રી આપણા ઘર માં ગમે ત્યારે હાજર જ હોઈ.

સામગ્રી:

  • મેંદા નો લોટ – 1 કપ,
  • બટર – 50 ગ્રામ,
  • દૂધ-2 કપ,
  • કોકો પાવડર – 3 ચમચી,
  • ખાંડ નો ભૂકો – 1/4 કપ,
  • બકિંગ પાવડર -1/2 ચમચી ,
  • બકિંગ સોડા -1/4 ચમચી,
  • વેનીલા એસેન્સ – 1 ચમચી.

રીત:

1) સૌ પ્રથમ કુકર માં તળિયે સમાય એટલું મીઠું નાખી ઉપર માટલા નો કાંઠો અથવા બેઈસ માટે કોઈપણ સાધન મુકવું (કાણાં વાળી ડીશ ઉંધી પણ મૂકી શકાય છે ) , હવે ગેસ ધીમી આંચ પર કરવો (માત્ર 5 મિનીટ હીટ કરવું)

2)હવે એક મોટા બાઉલ ની ઉપર મોટી ગરની મુકો.તેમાં મેંદો,કોકો પાવડર,બેકિંગ પાવડર,બેકિંગ સોડા અને દરેલી ખાંડ ઉમેરી બધું ચાળી લો.3)હવે ચાળેલા મિશ્રણ ને મિક્સ કરી,વચ્ચે જગ્યા કરી દૂધ ઉમેરી બીટર વડે મિક્સ કરો,સ્મૂથ બેટર બની જાય 

એટલે તેમાં વેનીલા એસન્સ ઉમેરી બીટ કરો.હવે તેમાં બટર ઉમેરી ફરી પાછું બીટ કરો.આ થઈ ગયું તમારું કેક બેટર તૈયાર.

4) હવે કેક ને બેક કરવા માટે :

કેક બનવાના પેન ના ખાના માં તેલ/ બટર/ બટર પેપર લગાવી ઉપર નું મિશ્રણ ઉમેરવું અને તેને ઉપર મુજબ તૈયાર કરેલ કુકર માં બેક કરવા મુકવું ,

ખાસ ધ્યાન રાખવું – કુકર નું ઢાંકણ સીટી વગર ઢાંકવું ધીમી આંચ ઉપર 25/30 મિનિટ સુધી બેક કરવુંહવે કુકર નું ઢાંકણ ખોલી ચપ્પુ અથવા ટુથપીક થી ચોટે નહિ એ ચકાસી ખાનું બહાર કાઢવું

કેક તૈયાર છે, હવે આ કેક ને સાંભળીને પ્લેટ માં કાઢી તમારી મનપસંદ ચોકલેટ અથવા કલર ફૂલ સ્પ્રિંકલ થી ગર્નીશ કરવું

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી