CHOCOLATE BROWNIE MILKSHAKE

947032

 

એક વધુ રેસીપી…..ગરમીને મહાત કરવા માટે………SPECIALLY FOR CHOCOLATE – LOVERS …………..!!!
** સામગ્રી :-
બ્રાઉની માટે :
  – મેંદો : ૧ કપ
  – દહીં : ૫ ટી.સ્પુન
  – બટર : ૫ ટી.સ્પુન
  – દૂધ : ૫ ટી.સ્પુન
  – બેકિંગ પાવડર : ૧ ટી.સ્પુન
  – સોડા : ૧/૪ ટી.સ્પુન
  – બુરૂ-ખાંડ : ૧/૨ કપ
  – વેનીલા એસેન્સ : ૧/૨ ટી.સ્પુન
  – કોકો પાવડર : ૩ ટે.સ્પુન
શેક માટે : 
  – દૂધ : 500 મળ
  – ખાંડ : ૪ ટે.સ્પુન
  – ક્રશ કરેલ બ્રાઉની : ૨ ટે.સ્પુન
 ડેકોરેશન માટે : 
  – ચોકલેટ આઈસ્ક્રીમ, ચોકલેટ રોલ્સ, ક્રશ્ડ બ્રાઉની, ચોકલેટ સોસ/ સીરપ
 ** રીત :-
બ્રાઉની બનાવવા માટે :
  • એક મોટા બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર, કોકો પાવડર અને સોડા ને ચાળી લેવા.
  • ત્યારબાદ તેમાં બટર, દૂધ, દહીં, બુરૂ-ખાંડ, વેનીલા એસેન્સ બધું જ મિક્સ કરી લેવું.
  • આ બેટરની DROPPING CONSISTENCY આવે તેવું કરવું.
  • જરૂર પડે તો દૂધ ઉમેરવું. આમ બેટર તૈયાર કરી ગ્રીઝ અને DUSTING કરેલ મોલ્ડમાં રેડી દેવું.
  • તેને PREHEATED ઓવનમાં ૧૮૦ ડીગ્રી પર ૨૫ મિનીટ માટે બેક કરી બ્રાઉની તૈયાર કરી ઠંડી પાડવી.
શેક બનાવવા માટે : 
  • દૂધ ઉકાળી તેમાં ખાંડ નાખી તેને ઘટ્ટ કરવું. ઘટ્ટ થાય પછી તેને ઠંડુ કરવું. હવે આ દૂધમાં ક્રશ કરેલ બ્રાઉની મિક્સ કરી મિક્સરમાં ચર્ન કરી મિલ્કશેક તૈયાર કરવો.
FINAL સર્વિંગ માટે : 
  • સર્વિંગ ગ્લાસમાં સૌ પ્રથમ અંદર ચોકલેટ સીરપ/ સોસ રેડી ડેકોરેટ કરી સેટ કરી લેવો.
  • સર્વ કરતી વખતે તેમાં પહેલા ક્રશ્ડ બ્રાઉની એડ કરવી. તેની ઉપર તૈયાર મિલ્કશેક રેડવો.
  • હવે તેના પર ચોકલેટ આઈસ્ક્રીમનો એક સ્કૂપ મુકવો.
  • આઈસ્ક્રીમ પર થોડી ક્રશ્ડ બ્રાઉની તેમજ ચોકલેટ ચિપ્સ મુકવી.
  • તેની ઉપર ચોકલેટ સોસ રેડવો.
  • છેલ્લે ચોકલેટ રોલ્સ વડે ગાર્નીશ કરી સર્વ કરવો.
COURTESY :- HARSHA MEHTA, RAJKOT.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block