ચોકલેટની આ નાનખટાઈ ઘર ની રોજ વપરાશ ની સામગ્રી માંથી બનાવીશું..

“ચોકલેટ નાનખટાઈ” ( પ્રેશર કુકર રીત )

ચાલો આજે કઈ એવું બનાવીએ જે સ્વાદિષ્ટ , આકર્ષક અને મિલાવટ વગર નું હોય .. ચોકલેટ ની આ નાનખટાઈ ઘર ની રોજ વપરાશ ની સામગ્રી માંથી બનાવીશું .. આ નાનખટાઈ ચા / કોફી સાથે પણ બહુ જ પરફેક્ટ લાગશે .

સામગ્રી :

• પોણો વાડકો ઘઉં નો લોટ,
• પા કપ મેદો,
• ૧/૨ કપ ખાંડ નો ભૂકો,
• ૧/૨ વાડકો ઘી,
• ૧ ચમચી વેનીલા એસેન્સે,
• ૧ ચમચી કોકો powder,
• ૧/૬ ચમચી બેકિંગ powder,
• પીસ્તા કાતરણ , સજાવટ માટે,

રીત :

સૌ પ્રથમ ઘઉં નો લોટ , મેંદો અને બેકિંગ powder ને ૨-૩ વાર ચાળી લો . હવે ખાંડ નો ભૂકો આ લોટ મિશ્રણ માં ઉમેરો .. સરસ રીતે મિક્ષ કરી ધીરે ધીરે ઘી ઉમેરતા જાઓ ..

બધું ઘી એક સાથે ઉમેરવાનું નથી . અડધું ઘી ઉમેરી , લોટ મિશ્રણ ને ૨ ભાગ માં વેચી લો ..

એક ભાગ માં વેનીલા એસ્સેન્સ અને બીજા ભાગ માં કોકો powder ઉમેરો ..

ઘી મિક્ષ કરતા કરતા ૨ લોટ તૈયાર કરો ..


બેય લોટ માંથી નાના નાના લુવા લઇ નાનખટાઈ નો શેપ આપો .. બહુ મોટી ના બનાવી ,

બાળકો ને નાની વધારે આકર્ષક લાગશે .. આપેલા ફોટો માં આપ જોઈ શકશો મેં જુદા જુદા શેપ આપવાની કોશિશ કરી છે , તો તમારી વિચાર શક્તિ ને પાંખ આપો અને બનાવો કઈ નવું ..


આ નાનખટાઈ ને કુકર માં બનાવી છે . આપ ચાહો તો microwave માં બનાવી શકો છો . 190C પર ૧૫-૧૭ min સુધી બેક કરવું .. કુકર માં બેક કરવા માટે એલ્યુમીનીયમ નું જાડા અને સપાટ તળિયા વાળું કુકર લો . એમાં ચાહો તો નીચે મીઠું પાથરી શકો , હું ક્યારેય નથી નાખતી પણ કુકર બળતું નથી . હવે એના પર એક કાંઠો મુકો . કુકર ને બધું તૈયાર થાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું .. કેક ટીન માં સહેજ ઘી લગાવી લો..


હવે કેક ટીન માં આ નાનખટાઈ ગોઠવો . ૨ નાનખટાઈ વચ્ચે અંતર રાખવું કેમ કે બેક કરતી વખતે એ ફૂલશે … કુકર નું ઢાંકણ બંધ કરી દેવું . સીટી કાઢી લેવી . ૧૮-૨૦ min સુધી સૌથી ધીમી આંચ પર બેક કરો .. ગરમ હશે ત્યારે નાનખટાઈ પોચી જ હશે. બહાર કાઢી પૂરી રીતે ઠરવા દેવી .. ઠરતા ઠરતા ક્રિસ્પી થઇ જશે .. આશા છે બધા ને ભાવશે આ નાનખટાઈ …

રસોઈની રાણી: રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી