“ચીઝ ચિલી ભજીયા” – ભજીયા પ્રેમીઓ માટે ખાસ અમે લાવ્યા છે મરચાના ભજીયાની નવીન વેરાયટી..

“ચીઝ ચિલી ભજીયા”

સામગ્રી :

10/12 નંગ ભોપલા મરચા,
1-1/2 કપ ચણા નો લોટ,
1/2 કપ મોઝરેલા ચીઝ,
2 ટે સ્પૂન કાંદા,
2 ટે સ્પૂન ટોમેટો સૉસ,
1 ટી સ્પૂન ઓરેગાનો,
1 ટી સ્પૂન ચિલી ફ્લેક્ષ,
1/2 ટી સ્પૂન મરી પાવડર,
1 ટી સ્પૂન અજમો,
ચપટી હળદર,
ચપટી સોડા બાય કાર્બ,
મીઠુ સ્વાદ અનુસાર,
તળવા માટે તેલ,

રીત :

મરચાને ધોઈ કોરા કરો તેમાં કાપો પાડી બી કાઢી લો .એક બાઉલ માં જીણો સમારેલો કાંદો,ખમણેલું ચીઝ, ટોમેટો સૉસ, ઓરેગાનૉ,ચીલી ફ્લેક્ષ, મરી પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. (મિશ્રણને જાડું રાખવું અને તે માટે સૉસ જાડો વાપરવો)

ત્યાર બાદ ચણાના લોટનુ જાડું ખીરું બનાવો. તેમાં મીઠું ,હળદર,અજમો અને સોડા ઉમેરી લો. હવે તૈયાર મરચામાં ચીઝ વાળુ સ્ટફિન્ગ ભરો. પછી ગરમ તેલમાં મધ્યમ તાપે મરચાને ખીરામાં બોળી તળી લો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌને રૂપાની વાનગી ગમી હોય તો કોમેન્ટ કરી તેમનો ઉત્સાહ વધારજો !

ટીપ્પણી