“ચીઝ અંગારા” – હવે હોટલ જેવી જ સબ્જી બનાવો ઘરે, શેર કરો આ વાનગી તમારા મિત્રો સાથે..

“ચીઝ અંગારા”

સામગ્રી:

૨ મીડીયમ ડુંગળી,
૨ મીડીયમ કેપ્સીકમ,
૨ મીડીયમ ટમેટા,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી કિચન કિંગ મસાલો,
૧ તજ,
૧ એલચી,
૧ તમાલપત્ર,
૨-૩ મરી,
૨ લવિંગ,
૨-૩ લાલ સુકા મરચા,
૧/૨ ચમચી જીરું,
૧ ચમચી હળદર,
ચપટી હિંગ,
૧ ચમચી આદું લસણ પેસ્ટ,
૧ ચમચી ધાણાજીરું,
૧ વાટકી કાજુ પેસ્ટ,
૧ કપ દૂધ,
૧ ચમચી મલાઈ,
૧ કપ ચણાનો લોટ,
પાણી,
ચીઝ ક્યુબ,
મીઠું,
તેલ,
બટર,

રીત:

– એક પેનમાં ૧ ચમચી તેલ લઇ તેમાં ડુંગળી સાંતળવી પછી તેમાં તજ, એલચી, તમાલપત્ર, લવિંગ, મરી સુકું લાલ મરચું અને જીરું નાખી શેકી ગેસ બંધ કરી દેવો.
– ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લેવી.
– ટમેટાને બાફી છાલ કાઢી લેવી, ઠંડા થાય એટલે પ્યુરી બનાવી લેવી.
– હવે એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
– ચીઝ ક્યુબ ને કિરમા બોલી ડીપફ્રાય કરી એબ્ઝોબ પેપર પર રાખી દેવું.
– એક પેનમાં તેલ અને બટર લેવું, હિંગ અને આદું લસણની પેસ્ટની વધાર કરવો.
– ડુંગળીવાળી પેસ્ટ ઉમેરી કુક કરવું.
– ટમેટાની પ્યુરી ઉમેરી કુક કરવું.
– મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું ઉમેરવું અને બરાબર હલાવી લેવું.
– હવે કિચન કિંગ મસાલાને દૂધમાં મિક્ષ કરી ગ્રેવીમાં મિક્ષ કરી દેવું, પછી મલાઈ પણ ઉમેરી દેવી.
– પછી તળેલા ચીઝ ક્યુબ ઉમેરવા, થોડીક વાર કુક થવા દેવું,જરૂર પડે તો પાણી ઉમેરવું.
– સર્વિંગ પ્લેટ કે બાઉલમાં સબ્જીની ફરતે ટમેટા અને ડુંગળીની સ્લાઈસ મૂકી ઉપર ક્રીમ મૂકી, કોથમીર ભભરાવી પરાઠા, નાન કે રાઈસ જોડે સર્વ કરવું.
– તો તૈયાર છે મસ્ત ગરમાગરમ ચીઝ અંગારા.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી