ચીઝ બહુ ભાવે છે?? આજે અમે લાવ્યા છે ચીઝની વધુ એક વાનગી…. શેર કરો બધા સાથે….

- Advertisement -

ચીઝ અંગારા

સામગ્રી:

૨ મીડીયમ ડુંગળી
૨ મીડીયમ કેપ્સીકમ
૨ મીડીયમ ટમેટા
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી કિચન કિંગ મસાલો
૧ તજ
૧ એલચી
૧ તમાલપત્ર
૨-૩ મરી
૨ લવિંગ
૨-૩ લાલ સુકા મરચા
૧/૨ ચમચી જીરું
૧ ચમચી હળદર
ચપટી હિંગ
૧ ચમચી આદું લસણ પેસ્ટ
૧ ચમચી ધાણાજીરું
૧ વાટકી કાજુ પેસ્ટ
૧ કપ દૂધ
૧ ચમચી મલાઈ
૧ કપ ચણાનો લોટ
પાણી
ચીઝ ક્યુબ
મીઠું
તેલ
બટર

રીત:

– એક પેનમાં ૧ ચમચી તેલ લઇ તેમાં ડુંગળી સાંતળવી પછી તેમાં તજ, એલચી, તમાલપત્ર, લવિંગ, મરી સુકું લાલ મરચું અને જીરું નાખી શેકી ગેસ બંધ કરી દેવો.
– ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લેવી.
– ટમેટાને બાફી છાલ કાઢી લેવી, ઠંડા થાય એટલે પ્યુરી બનાવી લેવી.
– હવે એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
– ચીઝ ક્યુબ ને કિરમા બોલી ડીપફ્રાય કરી એબ્ઝોબ પેપર પર રાખી દેવું.
– એક પેનમાં તેલ અને બટર લેવું, હિંગ અને આદું લસણની પેસ્ટની વધાર કરવો.
– ડુંગળીવાળી પેસ્ટ ઉમેરી કુક કરવું.
– ટમેટાની પ્યુરી ઉમેરી કુક કરવું.
– મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું ઉમેરવું અને બરાબર હલાવી લેવું.
– હવે કિચન કિંગ મસાલાને દૂધમાં મિક્ષ કરી ગ્રેવીમાં મિક્ષ કરી દેવું, પછી મલાઈ પણ ઉમેરી દેવી.
– પછી તળેલા ચીઝ ક્યુબ ઉમેરવા, થોડીક વાર કુક થવા દેવું,જરૂર પડે તો પાણી ઉમેરવું.
– સર્વિંગ પ્લેટ કે બાઉલમાં સબ્જીની ફરતે ટમેટા અને ડુંગળીની સ્લાઈસ મૂકી ઉપર ક્રીમ મૂકી, કોથમીર ભભરાવી પરાઠા, નાન કે રાઈસ જોડે સર્વ કરવું.
– તો તૈયાર છે મસ્ત ગરમાગરમ ચીઝ અંગારા.

દીપિકા ચૌહાણ (નડિયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ મસ્ત ટેસ્ટી વાનગી તમારા મિત્રો સાથે, વધુ રેસીપી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી