આજે જ ટ્રાય કરો આ ચાઇનીસ વડા પાઉં, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ચાઇનીસ વડા પાઉં (Chinese Vada Pav)

સામગ્રી:-

સ્ટફિંગ માટે:-

૧ ૧/૨ કપ સમારેલી કોબીજ,
૧ નંગ છીણેલું ગાજર,
૨ ટી સ્પૂન વાટેલા આદુ – મરચા,
૧/૨ ટી.સ્પૂન સોયા,
ચપટી આજી નો મોટો,
સ્વાદ પ્રમાણે મીઠું,
૨ ટી. સ્પૂન કોર્ન ફ્લોર,
૧/૪ કપ બાફેલા નુડલ્સ,
૨ ટી.સ્પૂન રેડ ચીલી સોસ,
તેલ તળવા માટે,

ચાઇનીસ વડા પાઉં બનાવવા માટે:

૫ – ૬ નંગ વડા પાઉં ના બન
૪ ટી. સ્પૂન લાલ લસણ ની ચટણી
૪ ટી.સ્પૂન કોથમીર – મરચા ની ચટણી
બટર બન શેકવા માટે

રીત:-

સ્ટફિંગ ની સામગ્રી ભેગી કરી બોલ બનાવી ગરમ તેલ માં તળી લેવા, પછી તેને હાથેથી દબાવી ને ચપટા કરી લેવા.વડા પાઉં ના બન ને વચ્ચે થી કાપી બટર માં થોડા શેકી લો.બન ના ઉપર વાળા ભાગ માં લસણ ની ચટણી અને નીચે વાળા ભાગ માં કોથમીર – મરચા ની ચટણી લગાવી વચ્ચે મન્ચુરિયન

બોલ મૂકી બન બંધ કરી લો.તવી પર બટર મૂકી ચાઇનીસ વડા પાઉં શેકી લો. ટોમેટો કેચપ અને કોથમીર – મરચા ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચાઈનિસ વડા પાઉ.

રસોઈ ની રાની:પ્રિયંકા બગલ (જામનગર)

ખરેખર નવીન પ્રકારના વડા પાઉં છે, તમે પણ ટ્રાય કરો અને પછી જણાવજો કેવા લાગ્યા.

ટીપ્પણી