Leftover, Quick N Easy Recipes! એટલે “ચાઇનીઝ બ્રેડ મસાલા”

“ચાઇનીઝ બ્રેડ મસાલા”

શું રાતે સેન્ડવીચ બનાવેલી બ્રેડ સ્લાઈસ ૩ જેટલી પડી છે??? તો ચાલો આજે બાળકોને ચાઇનીસ ટચ વાળા બ્રેડ કટકા બનાવી દઈએ… 

સામગ્રી :

 

૩ બ્રેડના ટુકડા,
૧ વાટકી ટમેટા,
૩/૪ વાટકી ડુંગળી,
૨ ચમચા ટોમેટો સોસ,
૧ ચમચી ચીલી સોસ,
૧ ચમચી લસણ + લાલ મરચાની પેસ્ટ,
૧ લીલું મરચું,
૧/૨ ચમચી ઝીણું સમારેલ આદુ,
કોથમીર,
૨-૩ ચમચા પાણી,
૧ ચમચો તેલ,
૧ નાની ચમચી જીરું,
ચપટી હળદર,
૧ ચમચી લાલ મરચું,
૧ નાની ચમચી ગરમ મસાલો.

રીત:

– સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરું, લસણ, આદુ સાંતળી લેવું.

– પછી તેમાં ડુંગળી ગુલાબી થાય ત્યાંસુધી સાંતળવી.(કાજુ પણ મિક્ષ કરી શકાય.)

– ટમેટા ઉમેરી તેમાં હળદર, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, ટોમેટો સોસ, ચીલી સોસ ઉમેરી મિક્ષ કરવું.


– ટમેટા ગળી જાય ત્યાંસુધી હલાવતા રહેવું.


– પાણી ઉમેરી ઉકળે એટલે તેમાં બ્રેડના ટુકડા ઉમેરી ગેસ ઘીમો કરી, હળવા હાથે બરાબર મિક્ષ કરી દેવું.

– કોથમીર ભભરાવી નીચે ઉતારી લેવું.


– ડિશમાં લઇ કોથમીર અને ડુંગળી વડે ગાર્નીશ કરવું. (લીલી ડુંગળીની સીઝન હોય તો તે પણ વાપરી શકાય.)
તો તૈયાર છે સ્પાઈસી બ્રેડ મસાલા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો જુઓ

ટીપ્પણી