Chilli Paneer (ચીલી પનીર)

995479_149759475228503_1866774495_n

 

ચીલી પનીર

 

સામગ્રી:

350 ગ્રામ પનીર

2 ટીસ્પૂન મીઠું

1/2 કપ કોર્ન ફ્લોર

1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ

2 કપ સમારેલી ડુંગળી

2 ટેબલસ્પૂન સ્લાઈસ કરેલા લીલાં મરચાં

1 ટેબલસ્પૂન સોયા સોસ

2 ટેબલસ્પૂન વિનેગર

1/4 ટીસ્પૂન આજીનોમોટો

તેલ તળવા માટે

થોડું પાણી

 

રીત:

– પનીરના ટુકડા કરી લો.

– એક બાઉલમાં એક ટીસ્પૂન મીઠું, કોર્ન ફ્લોર, આદુ-લસણની પેસ્ટ અને પાણી મિક્સ કરીને રાખો.

– એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં પનીરના ટુકડાને મિશ્રણમાં બોળીને તળો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

– બે ટેબલસ્પૂન તેલને ગરમ કરો અને તેમાં 30 સેકન્ડ સુધી સમારેલી ડુંગળી સાંતળો.

– તેમાં લીલાં મરચાં, મીઠું, સોયા સોસ, વિનેગર, આજીનોમોટો અને તળેલા પનીરના ટુકડા ઉમેરો.

– બરાબર મિક્સ કરો. તેને લીલી ડુંગળી અને લીલા ધાણા સાથે ગાર્નિશ કરી શકો છો

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block