‘ચિલી-પનીર સિઝલર્સ’ : ખુબ ઓછા સમયમાં બનતી આ વાનગી બનાવજો, ખુબ ટેસ્ટી છે

ચિલી-પનીર સિઝલર્સ 

સામગ્રી :

૨૦૦ ગ્રામ પનીર ક્યુબ્સ,
૧૦૦ ગ્રામ મશરૂમ,
૧ નંગ કૅપ્સિકમ (લાલ / પીળું) ચોરસ ટુકડા,
૧ નંગ ટમૅટો (ચોરસ ટુકડા),
બે નંગ લીલા કાંદા (ચોરસ ટુકડા),
અડધી ટી-સ્પૂન લસણની પેસ્ટ,
પા ટી-સ્પૂન મરી પાઉડર,
અડધી ટી-સ્પૂન અજી-નો-મોટો (OPP),
૨-૩ નંગ લીલાં મરચાં,
૧ ટી-સ્પૂન કોથમીર કાપેલી,
૪ ટી-સ્પૂન સોયા સૉસ,
બે ટેબલસ્પૂન ટમૅટો કેચપ,
બે ટી-સ્પૂન ચિલી સૉસ,
૧ ટેબલસ્પૂન વિનેગર,
બે ટેબલસ્પૂન તેલ,
૨-૩ નંગ કોબીનાં બાફેલાં પાન,
અડધો કપ પાણી,
બે ટી-સ્પૂન કૉર્નફ્લોર,
સિઝલર્સ પ્લેટ.

રીત :

એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કાંદા-લસણ સાંતળવાં. ઉપરની સામગ્રી (પાણી અને કૉર્નફ્લોર સિવાયની) બધી મિક્સ કરી સાંતળવી.

સંતળાઈ જાય ત્યારે એમાં (પાંચ મિનિટ) પાણી ઉમેરી પાછું સરખું મિક્સ કરવું.

પાણી ગરમ થાય ત્યારે એમાં કૉર્નફ્લોરવાળું પાણી ઉમેરી ઘટ્ટ થાય કે તરત જ ગૅસ બંધ કરી એના પર કોથમીર અને ચીઝ છાંટવાં.

સિઝલર્સ પ્લેટને સરખી ગરમ કરી એના પર બટર લગાડી કોબીનાં પાન ગોઠવી એના પર આ ગરમ મિશ્રણ ગોઠવી ગરમ સર્વ કરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી