શું તમે દર વખતે સવારની વધેલી રોટલીને ફક્ત વઘારીને જ ખાવ છો? આજે ટ્રાય કરો કઈ નવું…

ચિલી ચીઝ રોટી (Chilli Cheese Roti)

* સામગ્રી :-

* રોટલી,
* એક કપ બેસન ( ચણા નો લોટ ),
* ૧ બારીક સમારેલુ કેપ્સિકમ,
* ૧/૪ કપ બારીક સમારેલી કોબી,
* ૧ બારીક સમારેલી ડુગળી ( opsnal ),
* ૨ બારીક સમારેલા લીલા મરચા,
* ૧/૪ ટી સ્પૂન હળદર,
* ૧૧/૨ ટી સ્પૂન લાલ મરચુ,
* ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો,
* મીઠુ સ્વાદ મુજબ,
* ૧ થી ૨ ક્યુબ ચીઝ ( છીણેલુ ),
* તેલ,

* રીત :-

– એક બાઉલ મા બેસન લઇ તેમા બધા વેજીટેબલ્સ અને મસાલા નાખી પૂડલા ના ખીરા જેવુ ખીરૂ તૈયાર કરો ( ખીરૂ બહુ પતલુ કે બહુ જાડુ નથી રાખવાનુ મીડીયમ હોવુ જોઇયે રોટલી પર સ્પેડ થાય એવુ.
– હવે આ ખીરા મા છીણેલુ ચીઝ નાખી મિકસ કરો .
– ત્યાર બાદ એક નોનસ્ટિક પેન મા પહેલા રોટલી મૂકી તેના પર પડલા નુ ખીરૂ બરાબર પાથરી તેને તેલ લગાવી બને બાજુ શેકી લેવુ. ગેસ ધીમો રાખવો. બને બાજુ ક્રિસ્પી થાય એવુ શેકવુ.
– હવે તેને એક પ્લેટ મા કાઢી કટર થી કટ કરી ઉપર ચીઝ નાખી સોસ સાથે સવૅ કરો.

– આ ચિલી ચીઝ રોટી બાળકો ને ટીફીન મા પણ અપાય.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

વધુ નવી નવી રેસીપી માટે લાઇક કરો અમારું પેજ, અને હા આ વાનગી શેર કરવાનું ભૂલતા નહિ.

ટીપ્પણી