એપ્રિલની ગરમીમાં નાના બાળકોનાં ખાન-પાન પર પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે…

હાલ એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે એટલે તાપમાનમાં પણ નોંધપાત્ર ફેરફાર થવા લાગ્યો છે. ગરમી વધતા તેનો પ્રભાવ શરીરમાં પણ અનુભવાઈ રહ્યો છે જેમ કે તરસ લાગવી, થાક લાગવો, આંખોમાં બળતરા થવી વગેરે…

આ સમયે નાના બાળકોનાં ખાન-પાન પર પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીએ સ્કૂલે જતા બાળકોનું કે જેઓ સવારથી બપોર સુધી અથવા બપોરથી સાંજ સુધી ચાર – પાંચ કલાક ઘરથી બહાર રહે છે.

આ ગરમ વાતાવરણ દરમિયાન તેને શું ખાવું અને પીવું જોઈએ તેના વિશે અહીં અમે થોડી ટિપ્સ આપી રહ્યા છીએ.

નાસ્તો જરૂરથી કરાવવોઘણી વખત એવું બને છે કે બાળકોને સ્કૂલમાં જવાનું મોડું થતું હોય એટલે સમય બચાવવા તેઓ નાસ્તો કરવાનું ટાળે છે.

પરંતુ નાસ્તો કર્યા વિના કામકાજ શરૂ કરી દેવાથી શરીર વહેલું થાકી જાય છે અને તેમાંય સવારનો નાસ્તો ન કરવો એટલે શરીરને બમણું નુકશાન. માટે બાળકોને હળવો નાસ્તો કરાવીને જ સ્કૂલે મોકલવા.

પ્રવાહીનું પણ સેવન કરાવવુંબાળકોને સ્કૂલે મોકલતા પહેલા સ્વચ્છ અને ઠંડા પાણીની બોટલ ભૂલ્યા વિના ભરી દેવી. ઉનાળામાં શરીરમાંનું પાણી પરસેવા વાટે બહાર નીકળી જાય છે એથી પાણીનો સોસ પણ રહે જેની પૂર્તિ કરવા મહત્તમ પાણી પીવું આવશ્યક છે. જો બાળક સ્કૂલે પાણી હોય જ છે એવું બહાનું ધરી પાણીની બોટલ લઈ જવાની ના કહે તો તેને ઘેર જ નારિયેળ પાણી, દહીં, છાસ કે જ્યુસ પીવડાવી શકાય.

જંકફૂડ થી દુર રહેવુંઆ સિઝન દરમિયાન બાળકોની તબિયત સંબંધી એક સલાહ એ પણ છે કે બાળકોને જંકફૂડથી દૂર રાખવામાં આવે. તેમને સ્કૂલે લઇ જવાના નાસ્તામાં સેન્ડવીચ, પફ કે બ્રેડથી બનેલી વાનગીઓને બદલે ફ્રુટ થવા સલાડ ઉત્તમ વિકલ્પ છે.

સિલ પેક ઠંડા પીણાંનો ઉપયોગ ટાળવોઘણાં ઘરોમાં બે કે અઢી લીટરની ઠંડા પીણાંની મોટી બોટલો ફ્રિજમાં પડી જ હોય છે. જો કે બને ત્યાં સુધી આવા સીલ બંધ ઠંડા પીણાંનો ઉપયોગ ટાળવો જોઈએ ખાસ કરીને બાળકોએ. તમે એમને ઠંડા પીણાંના વિકલ્પ તરીકે સંતરા, મોસંબી નો જ્યુસ, નારિયેળ પાણી, શેરડીનો તાજો રસ તથા બપોરે ઠંડી છાશ આપશો તો તરસ છીપવાની સાથે સાથે તેમની તબિયત પણ તંદુરસ્ત રહેશે.

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી