ચીકુની કુલ્ફી – હવે ઘરે જ આ હેલ્ધી કુલ્ફી જરૂર ટ્રાય કરજો.

ચીકુની કુલ્ફી

ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો આજે સરસ ચીકુ ની કુલ્ફી આપણે બનાવીએ આ એકદમ નેચરલ છે આમાં કોઈ આર્ટીફીસીયલ ફ્લેવર નો મેં ઉપયોગ નથી કર્યો એટલે આ ખૂબ જ હેલ્ધી છે તો તમે પણ ઘરે આ હેલ્ધી કુલ્ફી જરૂર ટ્રાય કરજો.

સામગ્રી : 

1) ૧ કપ દૂધ,
2) ૧/૪ કપ – મિલ્ક પાવડર,
3) ૧/૨ કપ મલાઈ કે ક્રિમ,
4) ૧/૨ કપ ચીકુ ની પ્યુરી,
5) ૧-૧/૨ ચમચી custard powder (વેનીલા ફ્લેવર ),
6) ૨ ચમચી ખાંડ,

રીત : 

1) દૂધ માં ખાંડ ઉમેરી એને મીડીયમ ગેસ પર ૫-૭ મિનીટ ઉકાળી લો.

2) દૂધને એકદમ ઠંડુ કરી લો હવે એને મિક્ષર ના મોટા જારમાં લઈ ચર્ન કરી લો.

3) આ મિશ્રણ ને એક એલ્યુમિનિયમ ના ડબ્બામાં માં કે એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝર માં ૭-૮ કલાક સેટ થવા મૂકો.

4) આ રીતે સેટ થઈ જાય એટલે ફરી થી મિક્ષર માં ચર્ન કરી લો.

5) હવે એને કુલ્ફીના મોલ્ડમાં ભરી દો.

6) દરેક કુલ્ફીમાં લાકડાં ની સ્ટીક લગાવી દો (ના લગાવવી હોય તો કુલ્ફી ને બહાર કાઢવાની જરૂર નથી )

7) હવે કુલ્ફીને આ રીતે જ ફરી ૪-૫ કલાક માટે જામવા મૂકી દો, ૮ કલાક પછી સરસ રીતે કુલ્ફી જામી જશે તો એને અનમોલ્ડ કરવા થોડું પાણી લઈ લો

8) પાણી માં સહેજ વાર મોલ્ડને રાખો યા હાથ માં જ મોલ્ડને સહેજ ફેરવો

9) તરત જ કુલ્ફી અનમોલ્ડ થઈ જશે

10) હવે કુલ્ફી સર્વિંગ માટે તૈયાર છે.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી