છોલે રગડા પેટિસ (Chhole Ragda Petis)

સામગ્રી:

1 મોટી વાટકી બાફેલા કાબુલી ચણા
1 મોટી વાટકી બાફેલા લીલા વટાણા
1 વાટકી બાફેલા બટેકા
1 મોટી વાટકી ડુંગળી
1 મોટી વાટકી ટમેટા
1-2 લીલા મરચા
1 ચમચી આદુનું છીણ
લીમડાના પાન
1.5 ચમચી લસણ+લાલ મરચાની પેસ્ટ
2 મિડીયમ ટુકડા ગોળ
3 ચમચી લાલ મરચું
1 નાની ચમચી હલદર
2 ચમચી ધાણાજીરું
મીઠું
1 ચમચી ગરમ મસાલો
1.5-2 ચમચા તેલ
1 ચમચી રાઇ
1 ચમચી જીરુ
ચપટી હિંગ
ગરમ પાણી જરૂર મુજબ

પેટિસ માટે

સામગ્રી:

૪-૫ બાફેલા બટેકા
૧ બાઉલ સમારેલી કોથમીર
૨ ચમચી ફુદીના પાઉડર
1 ચમચી આમચૂર પાઉડર
જરૂર મુજબ મીઠું
૨ ચમચી કોર્નફ્લોર
જરૂર મુજબ તેલ

ગાર્નિશ માટે

સેવ, દાડમના દાણા, ડુંગળી, કોથમીર, મસાલા શીંગ, લીલી ચટણી, આમલીની ચટણી, લસણની ચટણી

છોલે રગડો બનવાની રીત:

– સૌ પ્રથમ કાબુલી ચણા 6-7 કલાક પલાળી લેવા.(લીલા વટાણા ન હોય તો ચણા જોડે સૂકા વટાણા પલાળી લેવા.)
– પછી લીલા વટાણા અને કાબુલી ચણાને કુકરમા લઈ જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી બાફી લેવા.
– બફાઇ જાય એટલે ચણા અને વટાણા નિતારી લેવા, નિતારીને બાફવામા લીધેલ પાણી રાખવું.
– હવે એક કડાઇ લઈ તેમા તેલ લેવું, તેલ ગરમ થાય એટલે રાઇ, જીરુ, હિંગ, લીલા મરચા, આદુનું છીણ ઉમેરી વઘાર કરવો.
– પછી લસણ મરચાની પેસ્ટ ઉમેરી સાંતળી ડુંગળી ઉમેરી મિડીયમ તાપે સાંતળવુ.
– ડુંગળી સાંતળાય એટલે ટમેટા, હલદર અને મીઠું ઉમેરવા, ટમેટા ગળે ત્યાંસુધી હલાવ્યા કરવું.
– પછી બાફેલ ચણા અને વટાણાનુ પાણી ઉમેરી મિક્ષ કરવું, પછી ચણા, વટાણા અને બટેકા ઉમેરી બરાબર મિક્ષ કરવું, પછી લાલ મરચું, ધાણાજીરું, ગોળ, ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરવું, પછી 1-1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી ઉકાળવા દેવું.
– બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
– તો તૈયાર છે છોલે રગડો.

પેટિસ બનાવાની રીત:

– સૌ પ્રથમ બાફેલ બટેકાનો છૂંદો કરી તેમાં કોથમીર, ફુદીના પાઉડર, મીઠું, આમચૂર પાઉડર, કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
– હવે હાથ તેલવાળો કરી પેટીસ બનાવી લેવી.
– નોનસ્ટિક પેન ગરમ થાય એટલે તેલ મૂકી મીડીયમ તાપે ગોલ્ડન ડિઝાઇન પડે ત્યાંસુધી સેલો ફ્રાય કરી લેવી.
– તો તૈયાર છે પેટિસ.

– હવે એક બાઉલમાં પેટિસ મૂકી ઉપર રગડો, આમલીની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી, સેવ, દાડમના દાણા, મસાલા શીંગ, ડુંગળી અને કોથમીર ભભરાવીને તરત સર્વ કરવું.

રસોઈ ની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

ટીપ્પણી