છોલે પનીર મસાલા (Chhole Paneer Masala)

 

સામગ્રી :

– 1 કપ કાબુલી ચણા
– 200 ગ્રામ પનીર
– 1 કપ ટામેટાની પ્યુરી
– 1કપ સમારેલા કાંદાની પ્યુરી
– 1 1/2 ટેબલ સ્પુન લસણ
– 1 ટેબલ સ્પુન આદુ
– 1 ટી સ્પુન લીલી મરચી
– 2 ટેબલ સ્પુન કોથમીર સમારેલી
– 3 ટેબલ સ્પુન તેલ
– 4 લવિંગ
– 1 ઈંચ તજ
– 1 ચકરી ફુલ (બાદિયાન)
– 2 તેજ પત્તા
– 2 ટી સ્પુન લાલ મરચા
– 1 ટી સ્પુન હળદર
– 3 ટી સ્પુન ધાણા
– 1 ટેબલ સ્પુન છોલે મસાલા
– મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

– 7-8 કલાક માટે ચણા પલાળી રાખો.
– કુકરમાં 10 મિનિટ માટે રાંધો.
– તેલને ગરમ કરો.
– તેજ પત્તા, તજ, ચકરી ફુલ, લવિંગ નાખો.
– લસણ, આદુ, લીલી મરચી નાખી સાંતળો.
– કાંદાની પ્યુરી નાખી રાંધો.
– ટામેટાની પ્યુરી નાખી તેને પણ તેલ છુટે ત્યાં સુધી રાંધો.
– બધા સુકા મસાલા, મીઠું ઉમેરો.
– મસાલા ગ્રેવીમાં મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ સુધી તેને રાંધો.
– ગ્રેવીની થીકનેસ પ્રમાણે પાણી ઉમેરવું
– ચણા ને ગ્રેવીમાં નાખી ઢાંકણ ઢાંકી ધીમી આંચે મસાલા ચણા સાથે મિક્સ થાય ત્યાં સુધી રાંધો.
– પનીર નાખી 4-5 મિનિટ માટે રાંધો.
– કોથમીર થી સજાવો સબ્જી તૈયાર છે.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી