છોલે કુલચાં – હવે સૌ કોઈ બનાવશે ઘરે…હોટલ ના સ્વાદ ને ભૂલી જશો…

છોલે બનાવની રીત

સામગ્રી :

૧ કપ.. બાફેલા છોલે ચણા
૩ ટામેટાં ની પ્યૂરી
2 કાંદા ની પ્યૂરી
1 ચમચી આદું,મરચાં, લસણ વાટેલા
૨ ટે સ્પૂન.. તેલ
જીરૂ
હળદર
લાલ મરચું
૧/૨ ટે સ્પૂન.. છોલે મસાલો
મીઠુ

રીત :

• છોલે ચણાં ને ૬-૮ કલાક પલાળી બાફી લો.
• પેન માં તેલ મૂકી જીરૂ નો વઘાર કરી ટામેટાં ની પ્યૂરી,કાંદા ની પ્યૂરી,વાટેલા આદું મરચાં લસણ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો.
• હળદર, લાલ મરચું, છોલે મસાલો અને મીઠું ઉમેરી જરૂર મૂજબ પાણી રેડી ૬-૮ મિનિટ કુક કરો.
તૈયાર છે છોલે.

કુલચા બનાવાની રીત

સામગ્રી:

૧.૫ કપ મેંદો
૧/૨ tsp બેકિંગ પાઉડર
૧.૫ tsp ખાંડ
૧.૫ tbsp દહીં
૧.૫ tbsp તેલ
મીઠું
હુંફાળું પાણી
૧ tbsp કળા તલ
ઝીણી સમારેલ કોથમીર
બટર

રીત:

સૌ પ્રથમ એક પહોળા વાસણમાં મેંદો,બેકિંગ પાઉડર અને મીઠું ચાળી લો. તેમાં ખાંડ, તેલ, દહીં, દૂધ મિક્ષ કરવું. જરૂર પડતું હુંફાળું પાણી લોટ બાંધવા લઇ નરમ લોટ બાંધવો. ૨ કલાક માટે ઢાંકી રાખવો. ૨ કલાક પછી લોટને કેળવી લઇ લુવા કરવા.

મેંદાનું અટામણ લઇ પૂરી જેવડું વણી તેના પર તલ અને કોથમીર મૂકી પાછુ વણી લેવું. પરાઠા કરતા થોડુક જાડું રાખવું,હવે જે કુલ્ચું વણ્યું છે તેને ફેરવી નાખવાનું એટલે તલ,કોથમીરવાળો ભાગ નીચે આવશે.

ફેરવ્યા પછી તે પ્લેન બાજુ પાણીવાળો હાથ કે બ્રશ ફેરવવું. તવી ગરમ કરવા મુકવી, ધ્યાન રહે કે તવી લોખંડની હોવી જોઈએ. ગરમ થઇ જાય એટલે વ્વાનેલ કુલ્ચાને તવી પર મુકવું. તલ, કોથમીર ઉપર રહે તેમ તવી પર મુકવું.

જયારે પરપોટા ઉપસે ત્યારે આખી તવીને સીધી ગેસની ફ્લેમ પર ૩ ઇંચ જેટલી ઉપર ઉંધી વાળવી. (જો નોનસ્ટીક તવી હશે તો કુલ્ચું પડી જશે.) કથ્થાઈ દાઝ જોવા ન મળે ત્યાં સુધી પકાવાનું,ને વચ્ચે વચ્ચે તવી ઉંચી કરી જોતા રહેવાનું. તવેથા વડે નીકાળી બટર લગાવી લેવાનું. બીજી બાજુ સરસ ડીઝાઇન પડી હશે. તો તૈયાર છે કુલચા

તૌ તૈયાર છે છોલે કુલચા

રસોઇ ની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

આપ સૌને મારી વાનગી કેવી લાગી ? અચૂક કેજો !

રક્ષાબંધન 7 મી ઓગસ્ટે છે…ભઈલો , રાખડી ની રાહ જોતો નો રહી જાય…!

મિત્રો! મોટાબોક્ષમાં સુંદર રીતે કરેલું પેકિંગ, અંદર મખમલની કોથળી (ગીફ્ટ મોમેન્ટોની જેમ શણગારેલ), લાલ રંગની બાંધણીથી શણગારેલી થાળી, થાળીમાં નાની નાની કોથળીમાં સાકર, કંકુ અને ચોખા…તથા બીજી એક કોથળીમાં પેક કરેલી રાખડી…..ખરેખર, આટલું જોતા જ જુના રક્ષાબંધનની યાદો તાજી થાય અને બેન સામે ઉભી હોય તેવું જ લાગે….!! ખરું ને ?
 
ઊપરથી આ વખતે “રસોઈની રાણી” ના મિત્રો માટે બાબલારાખી પર સ્પેશ્યલ 12 % ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યો છે. – તમે જો ત્યાંથી રાખડી મોકલાવો છો અને RRANI કુપન કોડનો ઉપયોગ કરો છો તો આપ સૌને 12 % ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે. ખાસ, આ ઓફર 31 જુલાઈ પહેલા જે મિત્રો ઓર્ડર કરે છે તેમના માટે જ છે કારણ કે છેલ્લા દિવસોમાં બહુ જ કુરિયરનો ઘસારો હોય છે અને કિંમત પણ વધુ ચૂકવવી પડે છે ત્યારે શા માટે 31 જુલાઈ પહેલા જ ઓર્ડર ન કરીએ !! તો આજે જ તમારા ભૈલા રાખડી મોકલો અને મેળવો ૧૨ % ડિસ્કાઉન્ટ ! વેબ સાઈટ લીંક : http://www.bablarakhi.com/

ટીપ્પણી