આજે શીખો “છોલે ચણા” – સાથે સાથે જાણો છોલે મસાલો બનવાની રીત…

ભારત અને વિદેશો માં જ્યાં જ્યાં ભારતીયો વસે છે , છોલે બહુ જ પ્રચલિત વાનગી છે. સામાન્ય રીતે છોલે માં ડુંગળી, લસણ અને તૈયાર મસાલો બધા વાપરતા હોય છે . આજે આપણે અહી ડુંગળી , લસણ વગર ની રીત અને ઘર નો બનાવેલો મસાલો વાપરીશું .. આ છોલે બહું જ સ્વાદિષ્ટ છે . છોલે સામાન્ય રીતે પૂરી, ભટુરા સાથે પીરસી શકાય છે , પણ તળેલું ના ખાવું હોય તો પરાઠા કે ગરમ રોટલી સાથે પણ પીરસી શકાય .. આ રીતમાં મેં ચણા ને ચા સાથે બાફેલા છે ,હોટેલ માં મળે એવી રીતે. આપ ચાહો તો સાદા પણ બાફી શકાય ..

સામગ્રી :

• ૧ વાડકો સફેદ ચણા
• ૧ તજ પત્તું
• ૧ ચમચી ચા ભૂકી / ૧ ટી બેગ
• ૨ નાના ટામેટા
• ૧ ચમચી છીણેલું આદુ
• ૧ ચમચી લીલા મરચા , બારીક સમારેલા
• ૩-૪ ચમચી બારીક સમારેલી કોથમીર
• ૧/૨ ચમચી લાલ મરચું
• ૧/૨ ચમચી હળદર

મસાલા માટે :

• ૧.૫ ચમચી સુકા ધાણા
• ૧ ચમચી જીરું
• ૧ તજ પત્તું
• ૨ લવિંગ
• ૨-૩ લાલ સુકા મરચા
• ૧ નાનું તજ
• ૨-૩ એલૈચી
• ૧૦-૧૨ મરી

રીત :

ચણા ને ધોઈ પૂરતા પાણી માં ૫-૬ કલાક પલાળી લો . અથવા હુફાળા પાણી માં ૨ કલાક પલાળો .

કુકર માં આ ચણા , મીઠું , એક તજ પત્તું અને એક ટી બેગ લો. ટી બેગ ના હોય તો કપડા ના કટકા માં ૧ ભૂકી ચા લઇ એને દોરી થી બાંધી કુકર માં મુકો . ધીમી આંચ પર ૩-૪ સીટી સુધી બાફો ..


મસાલા માટે ની બધી સામગ્રી ને શેકો .

થોડું ઠરે એટલે મિક્ષેર માં એકદમ જીણું પીસી લો. મસાલો બારીક પીસવો નહિ તો છોલે ખાતી વખતે આ મસાલો ચાવવા માં આવશે ..


ટામેટા અને આદુ ને મિક્ષેર માં વાટી લેવા ..

કડાય માં તેલ ગરમ કરો.. હવે તેમાં ટામેટા અને આદુ ની પ્યુરી ઉમેરો.

તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો .. હવે એમાં હળદર, લાલ મરચું , મીઠું અને વાટેલો મસાલો ઉમેરો .. એકાદ મીનટ માટે શેકો .


હવે એમાં બાફેલા ચણા , કોથમીર અને ૧ વાડકો પાણી ઉમેરો ..

હવે ઢાંકી ને ધીમી આંચ પર થવા દો. વચ્ચે હલાવતા રેહવું .. આમ કરવા થી બાફેલા ચણા માં મસાલા ની ફ્લેવર ચડી જશે ..


કોથમીર ભભરાવો અને ગરમ ગરમ પીરસો …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ વાનગી દરેક મિત્રો સાથે અને દરરોજ રુચીબેનની વાનગી માટે લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી