જેણે પોતાના ગામ માટે મહિને એક લાખ રૂપિયાના પગારની નોકરી છોડી દીધી

જેણે પોતાના ગામ માટે મહિને એક લાખ રૂપિયાના પગારની નોકરી છોડી દીધી…!!!

દેશની પેહલી MBA સરપંચ, હવે છે પરફેક્ટ પાર્ટનરની શોધમાં…!!!


દેશની મહિલા એમબીએ સરપંચ રાજસ્થાનની છવિ રાજાવત એ અમુક લોકોમાંથી છે જે પોતાના ગામ માટે મહિને એક લાખ રૂપિયાના પગારની નોકરી છોડી દીધી. છવિ હવે પોતાના જીવનસાથીની શોધમાં છે. આ વાતનો ખુલાસો તેમણે થોડા દિવસો પહેલા આયોજિત એક સેમિનારમાં કર્યો. છવિ કહે છે કે તેમને એક એવા સાથીની શોધ છે જે લોકોની સેવામાં તેને સાથ આપે.

છવિએ ચાર વર્ષમાં બદલી નાખી ગામની છબિ :-

છવિએ રાજસ્થાનના ગામ સોઢાની સરપંચ બનીને ચાર વર્ષમાં ગામને તદ્દન બદલી નાખ્યું છે. દુકાળગ્રસ્ત ગામની પાણીની જરૂરિયાત પૂરી કરીને 40થી વધારે માર્ગો બનાવ્યા. સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું અને જૈવિક ખેતી પર ભાર મૂક્યો. આ ગામ આજે આજુબાજુના બીજડા 9ગામ માટે પણ રોલ મોડલ બની ગયું છે.

4 દિવસમાં ભેગા કર્યા 20 લાખ રૂપિયા :-

છવિએ કહ્યું કે સરપંચ બન્યા બાદ તેની માટે સૌથી મોટો પડકાર પાણીની સમસ્યાને હલ કરવાનો હતો. જેની માટે મોટી રકમની આવશ્યક્તા હતી. સરકારે પૈસા આપવાની ના પાડી અને પ્રાઈવેટ કંપનીઓ પણ તૈયાર નહોતી. અંતે છવિ એ પોતાના પિતા, દાદા અને ત્રણ મિત્રો પાસેથી મદદ લીધી.

તેમના પ્રયાસોથી 4 દિવસમાં 20 લાખ રૂપિયા ભેગા કર્યા. આ પછી તેનો ઈન્ટર્વ્યૂ રેડિયા પર આવ્યો. જેને સાંભળ્યા બાદ દિલ્હીની એક મહિલાએ 50 હજાર રૂપિયાનો ચેક મોકલાવ્યો. આ પછી છવિએ તળાવ ખોદાવ્યુ અને જ્યારે વરસાદ થયો ત્યારે તેમા જળસંચય થયો. આજે ગામમાં ખેતી અને પશુપાલન માટે પૂરતું પાણી છે.

પરિવારનો સાથ મળતા થયું શક્ય :-

છવિનું કહેવુ છે કે આ કામ થયું તેની પાછળ તેના પરિવારનો બહુ મોટો ફાળો છે. તેમના સાથ વિના છવિ માટે આ કરવું શક્ય નહોતું. ગામના લોકોએ જે રીતે તેને સરપંચ બનાવી વર્ષો પહેલા તાના દાદાજી ફણ સરપંચ હતા. જ્યારે તે સરપંચ બની તે પહેલાના 20 વર્ષ ગામમાં કોઈ કામ નહોતુ થયું.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ટીપ્પણી