૬ વર્ષ પહેલાંનો એક પ્રસંગ ફરી આજે હચમચાવી ગયો..

0
4

એક ભારતીય કારીગર હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યો.
એના કુટુંબને જાણ કરી તો, ત્યાંથી મેસેજ આવી ગયો કે,
“૨૪ વર્ષથી કુટુંબથી દૂર રહ્યો તો હવે એના શબને જોઈ શું કરીશું ?! ત્યાં જ દફનાવી દો…”

આ જવાબ જે સાથી કારીગરે સાંભળ્યો, એ વ્યક્તિ તો સૂન થઈ ગયો.
સાથી કારીગરો પાસેથી જાણવા મળ્યું કે, કુટુંબને તારવા માટે…આ વ્યક્તિએ તનતોડ મહેનત કરી હતી..દર ૨ વર્ષે રજા મળે એ જતી કરી માબાપ માટે ઘર/ખેતર લીધા, પત્ની માટે ઘરેણાં, છોકરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, અંતે જયારે નોકરી છોડી દેશ પાછા જવાનું નક્કી કર્યું તો, જાણ થઈ કે પત્નીને હૃદયની બીમારી…

બાઈપાસ સર્જરી કરાવવી પડશે…પોતાની ઉંમરની દરકાર કર્યા વગર આ નવી જવાબદારી પણ પ્રેમથી નિભાવી.ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા ઓવરટાઇમ લઇ ખૂબ કામ કર્યું.

દરેક જવાબદારી પ્રેમથી/દિલથી નિભાવી ને અંતે શું મેળવ્યું ??
“મારા આગમનની ના કોઈ ચાહત હતી,
ભેટની ચાહત જ એમની આદત હતી,
આજ એ વાતની મળી દિલને દસ્તક
એટલે જ NRIની પદવી હસ્તક હતી.”

…..વિચારે જ દિલ ધડકવાનું ભૂલી ગયું ……

એ સમયે જ Radio Voice 104.2 Bahrain પર,
“चिट्ठी आई है…वतन की मिटटी आई है…
तुने पैसा बहोत कमाया…इस पैसे ने देश छुडाया…
पंछी पिंजरा तोड़ के आजा….
आजा उम्र बहोत है छोटी,
अपने घर मै भी है रोटी….”

લેખક – આરતી પરીખ
Al Khabar, Saudi Arabia

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here