સાવધાન!!! તમે વાળમાં કલર કે પછી ડાઈ કરો છો? તો આ માહિતીને ઇગ્નોર કરશો નહિ..!!

આજકાલ મોટાભાગના લોકો હેર કલર કરાવતા હોય છે. જો કે ઘણા લોકો વ્હાઇટ હેરને કાળા કરવા માટે ડાઇનો ઉપયોગ પણ કરતા હોય છે. આમ, ઘણા લોકો એવા સ્ટાઇલિશ હોય છે કે જે પોતાની સ્ટાઇલ બીજાને બતાવવા માટે દર મહિને અલગ-અલગ પ્રકારના કલર વાળમાં કરાવતા હોય છે. જો કે બહુ ઓછા લોકો જાણતા હોય છે કે કેમિકલવાળા કલરનો ઉપયોગ માથાના વાળમાં કરવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. આમ, જો તમે પણ વાળમાં કલર કરાવવાના શોખીન છો તો જાણી લો કે વાળમાં કલર કરાવવાથી સ્કિનને કયા પ્રકારનું નુકસાન થાય છે.

એલર્જીક પ્રતિક્રિયાઓવાળમાં કલર કરાયા પછી ઘણા લોકોને ફેસ પર તેમજ શરીરના અમુક અંગો પર ફોલ્લીઓ, ખંજવાળ તેમજ બળતરા થવા લાગતી હોય છે. જો કે આવુ થવા પાછળનુ કારણ એ છે કે આ કલરમાં અનેક પ્રકારના કેમિકલ્સ એવા હોય છે જે સ્કિન એલર્જીમાં મહત્વનો ભાગ

ભજવે છે. આમ, જો તમે પણ કોઇ સલુનમાં હેર કલર કરાવવા જાઓ છો અને તમને સ્કિનમાં કોઇ પણ પ્રકારના પ્રોબલેમ્સ થાય તો તરત જ સલુનમાં તમારી વાત રજૂ કરો અને હેર કલરને ત્યાં જ અટકાવી દો. જો તમને વધુ પ્રમાણમાં સ્કિનમાં પ્રોબલેમ્સ થવા લાગે તો કોઇ પણ પ્રકારની રાહ જોયા વગર તરત જ સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવો અને તેમને બરાબર ફોલો કરવા લાગો.

આઈ ઇન્ફેક્શન્સવાળમાં કલર કરવાનો રંગ જો ભુલમાંથી આંખમાં જતો રહે તો આંખો સુજી જાય છે, આંખો ગુલાબી રંગની થઇ જાય છે તેમજ આંખોમાંથી પાણી નિકળવા લાગે છે. જો તમને હેર કલર કરાવતા હોવ અને આ લક્ષણો દેખાતા હોય તો તરત જ હેર સલુનમાં વાત કરો અને આ સમસ્યાને બને તેટલી જલદી નિપટાવો. હેર કલર કરાવતા પહેલા એક વાતનું ચોક્કસ ધ્યાન એ રાખો કે, જ્યારે તમે હેર કલર કરાવવા માટે સલૂનમાં જાઓ ત્યારે વાળમાં જ્યારે કલર કરવાની શરૂઆત કરે ત્યારે તે જ સમયે તમારી આંખો બંધ કરી દો. આમ, જ્યાં સુધી વાળમાં કલર પૂરો ના થઇ જાય ત્યાં સુધી ભુલથી પણ આંખો ખોલવાની કોશિશ ના કરો.

સ્કિન ડિસ્કોલોરેશનવાળમાં કલર કરાવવાથી ઘણી વાર લોકોને ચહેરા પર ડાઘા-ધબ્બા પડી જતા હોય છે. જો કે ઘણા લોકોને એટલા પ્રમાણમાં આ સમસ્યા વધી જતી હોય છે કે ના પૂછો વાત. આમ, જો તમને પણ હેર કલર કરાવતી વખતે અથવા કરાયા પછી આ સમસ્યા થાય તો તરત સ્કિનના ડોક્ટરને બતાવો અને તેની ટ્રિટમેન્ટ શરૂ કરી દો.

શ્વાસની સમસ્યાઓહેર ડાઇમાં અનેક પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોય છે. હેર ડાઇ કર્યા પછી ઘણા લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ પ્રોબલેમ્સ થતા હોય છે. આમ, ખાસ વાતનુ ધ્યાન એ રાખજો કે જો તમને અસ્થમાનો પ્રોબલેમ હોય તો તમારે હેર ડાઇ કર્યા પહેલા ડોક્ટરને પૂછી લેવુ અને પછી જ વાળમાં ડાઇ કરવી. હેર ડાઇ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે પહેલા ડાઇનો પ્રયોગ ડાયરેક્ટ વાળમાં ના કરો તેના પેકેટ પાછળ લખેલા નિયમોને અનુસરો અને પછી જ તે એપ્લાય કરો.

પ્રકૃતિમાં કાર્સિનજેનિકએક રિસર્ચમાં આ વાત જાણવા મળી છે કે, હેર ડાઇમાં કેન્સર થવા પાછળ જે પદાર્થ (Carcinogenic) જવાબદાર હોય છે તે ડાઇમાં મોટા પ્રમાણમાં હોય છે જેને કારણે કેન્સર થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે. આમ, જ્યારે તમે હેર ડાઇને તમારા વાળમાં એપ્લાય કરો છો ત્યારે તે પદાર્થ તમારા શરીરમાં જાય છે અને પછી કેન્સર થવાના ચાન્સિસમાં વધારો કરે છે. આ માટે બને ત્યાં સુધી વાળમાં કલર કે ડાઇ કરાવવાથી હંમેશ માટે બચવુ જોઇએ.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી