“ચીઝી વિઝી” (Cheesy Veesy) : તો આજે રાત્રેજ બનાવી ટ્રાય કરો આ સરળ વાનગી…..

ચીઝી વિઝી (Cheesy Veesy)

સામગ્રી:

1 પેકેટ બ્રેડ,
1/4 કપ ડુંગળી,
1/4 કપ કેપ્સિક્મ,
2 ટમેટા,
1/4 કપ કોર્ન (મકાઇ),
1/4 કપ ગાજર,
1/2 કપ પનીર ક્ર્મ્બ્સ (મસડેલુ),
કોથમીર,
મીઠુ,
1 tsp મરી પાઉડર,
1 tsp ઓરેગનો,
1 tsp રેડ ચિલી ફ્લેકસ,
1 tsp લસણની પેસ્ટ,
4-5 tsp ચીઝ સ્પ્રેડ,
ટોમેટો સૉસ,
ચિલી સૉસ,
બટર,

રીત:

સૌ પ્રથમ એક બાઉલમાં બટર, ટોમેટો સૉસ, ચિલી સૉસ અને ચીઝ સ્પ્રેડ લઈ બરાબર મિક્ષ કરી લેવું.

હવે બે અલગ અલગ માપના બાઉલ બ્રેડને રાઉન્ડ સ્લાઇસ કરવા માટે લેવા.

બે બ્રેડ લઈ, મોટા બાઉલથી કટ કરી લઈ, તેમાથી એક બ્રેડની સ્લાઇસને નાના બાઉલથી કટ કરી જે રિંગ મલે તે યૂઝ કરવાની.

હવે એક પેનમાં બટર લઈ તેમા ડુંગળી, લસણની પેસ્ટ ઉમેરી સાંતળવી, પછી તેમા કેપ્સિક્મ, ગાજર, મકાઇ, ટમેટા ઉમેરી સાંતળી લેવા, પછી તેમા મસડેલુ પનીર, મરી પાઉડર, ઓરેગનૉ, ચિલી ફ્લેક્સ, મીઠું ઉમેરી બધુ બરાબર મિક્ષ કરી સ્ટફિંગ બાઉલમાં કાઢી લઇ તેમા ચીઝ સ્પ્રેડ અને કોથમીર ઉમેરી મિક્ષ કરવું.

હવે સર્કલ બ્રેડ પર બનાવેલ પેસ્ટ લગાવી તેના પર બ્રેડ રિંગ મૂકી વચ્ચે સ્ટફ મૂકી બ્રેડની ફરતે તેલ કે બટર લગાવી પ્રિહિટેડ ઓવનમાં 180′ ડિગ્રી પર 10 મિનિટ માટે બેક કરી સર્વ કરવું.

તો તૈયાર છે ચીઝી વિઝી.

રસોઈની રાણી: સચદેવ મેઘના (જુનાગઢ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારી મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી