ચીઝી વેજ પૂરી – પાણીપૂરીનું નવું વર્જન, સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો ને ખવડાવો તમારા વ્હાલા બાળકોને……..

ચીઝી વેજ પૂરી

હેલો મિત્રો પાણીપુરી તો સૌને ભાવતી જ હશે ને ? પરંતુ દરવખતે એકજ સરખી પાણી પૂરી ખાઈ ને તો કંટાળો જ આવે છે. તો આજે હું લઇ ને આવી છુ. આપણા સૌ ની પસંદગી ની પાણી પૂરી માં એક નવું ઇનોવેશન. જેમાં આપણે બટેટા નો માવો કે ફોદીનાનું પાણી નો ઉપયોગ નથી કરવાનો.

આપણે તેને લીલા શાકભાજીઓ થી ભરપુર બનાવીશું જેથી બાળકો ગમે તેટલા પ્રમાણ માં પાણી પૂરી ખાવા નું કહે તો આપણે ના નહિ પડવી પડે. અને પૂરી માં ખુબ જ માત્રા માં ચીઝ ઉમેરીસું જેથી પૂરી ખુબ જ ટેસ્ટી બનશે બાળકો ને પણ ભાવશે.

સામગ્રી:

 • ૮-૧૦ નંગ પૂરી,
 • મસાલા માટે:
 • · ૧ નંગ મોટી ડુંગળી,
 • · ૧ નંગ ટમેટું,
 • · થોડી કોબીજ,
 • · થોડી કોથમરી,
 • · ૧ નંગ કાચી કેરી,
 • · ૧ નંગ લીલું મરચું.
 • · ૧ ચમચી નમક,
 • · ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર,
 • · મરી પાઉડર,
 • · ચાટ મસાલો.
 • ઉપર થી ઉમેરવા માટે:
 • · ૧ ક્યુબ ચીઝ,
 • · ૧ વાડકો ટમેટો સોસ,
 • · ૧ ચમચી ચિલિફ્લેક્ષ,
 • · ૧ ચમચી ઓરેગાનો,
 • · થોડી જીણી સેવ.

સજાવટ માટે:

 • · ૮-૧૦ નંગ ફોદીના ના પાન.
 • · ૧ વાડકી માં ટમેટો સોસ.
 • · સોસ માં મકાઈ ના બીજ, ચીઝ તેમજ લીલા મરચા થી સજાવેલું છે.

રીત:

સૌપ્રથમ ચીઝી વેજ પૂરી બનાવવા માટે આપણે લઈશું. ડુંગળી જેને જીણી સમારી લઈશું ત્યાર બાદ તેવી જ રીતે ટામેટા, કોબીજ, કાચી કેરી મરચું અને કોથમરી ને પણ સમારી લેવું. વધારા માં તમારા પસંદીના બીજા શાકભાજી પણ ઉમેરી શકાય છે.હવે એક પેન માં તેલ ગરમ મુકીશું . અને પેહલા મરચું અને ડુંગળી ને સાંતળી લઈશું. ત્યાર બાદ તેમાં ટામેટા, અને કોબીજ ઉમેરી ધીમી આંચ ઉપર સાંતળી લેવું. ત્યાર બાદ તેમાં ઉમેરીશું મસાલા. નમક, મરચું પાઉડર, મરી પાઉડર, અને ચાટ મસાલો. બધા જ મસાલા જેટલા પ્રમાણ માં મસાલો બનાવવો હોય એટલા માપ માં લઇ શકાય છે.બધા જ મસાલા ઉમેરી તેને પ્રોપર મિક્ષ કરી લેવું. અને ધીમી આંચ ઉપર રેહવા દેવું. અને ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી ઠંડુ થવા માટે મૂકી દેવું.ત્યાર બાદ હવે આપણે લઈશું પૂરી માં ઉપર થી ઉમેરાતી વસ્તુઓ જેમાં લઈશું ટમેટો સોસ. જેમાં સોસ ના આથવામાં ખાટી-મીઠી ચટણી પણ ઉમેરી શકાય છે. ત્યાર બાદ આપણે લઈશું ચીઝ. જેને જીણી ખમણી વડે ખમણી લીધું છે. ત્યાર બાદ તેમાં ટેસ્ટ માટે લઈશું ચિલિફ્લેક્ષ અને ઓરેગાનો. અને જીણી સેવ. અને સજાવટ માટે ફુદીના ના પાન.હવે આપણે લઈશું પૂરી. જે પોહળી અને નાની હોય એવી પૂરી લઈશું જેથી સ્ટફિંગ બરાબર રીતે ભરી શકીએ. હવે બધી જ પૂરી માં આંગળી વડે જ નાના નાના હોલ કરી લઈશું.હવે તૈયાર કરેલો મસાલો પણ ઠંડો થઇ ગયો હશે તો તેને પૂરી માં ભરી દઈશું. ખુબ જ વધારે પ્રમાણ માં નથી ઉમેરવાનો. નહિતર બીજી વસ્તુઓ નહિ સમાય.હવે તેમાં ઉપર થી ઉમેરીશું કાચી કેરી, ચિલિફ્લેક્ષ અને ઓરેગાનો. જો બાળકો માટે જ પૂરી બનાવતા હોય તો ચિલિફ્લેક્ષ ના ઉમેરીએ તો પણ ચાલે.ત્યાર બાદ તેમાં જીણી સેવ લો તેને પણ હાથ વડે ખુબ જ જીણો ભૂકો કરી પૂરી ઉપર ઉમેરીસું.ત્યાર બાદ તેમાં ઉમેરીશું ચીઝ. ચીઝ વધારે પસંદ હોય તો ડબલ માત્રા માં પણ ઉમેરી શકાય છે.હવે તેને ફુદીના ના પણ વડે સજાવી. ઉપર થી ટમેટો સોસ ઉમેરી. દઈશું. તો તૈયાર છે ચીઝી વેગ પૂરી જેને આપણે સોસ જોડે સેર્વ કરીશું.
નોંધ: આ પૂરી માં કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરી શકાય છે. તેમજ ચીઝી વેજ પૂરી માં મેં બધા જ વેજીટેબલ્સ ને તેલ માં સાંતળી ને મસાલો તૈયાર કર્યો છે. તમે બધા જ વેજીટેબલ્સ સમારી અને સીધા પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી