ચીઝી ટોમેટો શાક (Cheesy tomato sabji)

સામગ્રી-

૨ ચીઝ કયૂબ
3 નંગ ટામેટા
૧ વાટકી ઝીણી સમારેલી કોબી
૧/૨ ઝીણું સમારેલુ કેપ્સીકમ
૧/૨ ચમચી લાલ મરચા પાવડર
૧/૨ ચમચી ધાણાજીરું
૧/૨ ચમચી હળદર
૧/૨ ખાંડ
૨ ટેબલ સ્પૂન તેલ
ચપટી હિંગ
મીઠું સ્વાદ મુજબ

બનાવની રીત-

સૌ પ્રથમ ઍક પેન માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાઈ એટ્લે તેમાં હિંગ નાખી કોબી અને કેપ્સીકમ ઉમેરો હવે તેને ૨-૩ મિનીટ ચડવા દેવું પછી તેમાં જીના સમારેલા ટામેટા,લાલ મરચા પાવડર, ધાણાજીરું,હળદર ,મીઠુ,ખાંડ અને ઍક ચીઝ કયૂબ નાં નાનાં ટુકડા કરી નાખો તૌ તેયાર છે ચીઝી ટોમેટો શાક
સર્વ કરવા ટાઈમે ઉપર થી ૧ ચીઝ કયૂબ ખમણી ને નાખવી અને ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરવું.

તૌ તેયાર છે ચીઝી ટોમેટો શાક.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!