સેવ ટામેટા કે પછી એકલા ટામેટાનું શાક ખાઈને કંટાળી ગયા છો તો ટ્રાય કરો નવા જ ટેસ્ટ સાથે ‘ચીઝી ટોમેટો શાક’

ચીઝી ટોમેટો શાક

શું તમે એક ને એક શાક ખાઈને કંટાળી ગયા છો તો આજે બનાવો કંઈક અલગ શાક જે નાના મોટા બધા ને પસંદ આવે એવું.

અત્યારે ટામેટા પણ એકદમ લાલ અને ખાટા આવે છે અને જો તમારા બાળકો કોઈ પણ શાક ના ખાતા હોઈ તો આ શાક બનાવી દો એ ખાશે કારણ કે બાળકો ને ચીઝ વધારે પસંદ હોય અને આ શાક માં ચીઝ નાખશો એટલે બાળકો ખાશે અને હેલ્ધી પણ છે.

સામગ્રી-

૨ ચીઝ કયૂબ,
3 નંગ ટામેટા,
૧ વાટકી ઝીણી સમારેલી કોબી,
૧/૨ ઝીણું સમારેલુ કેપ્સીકમ,
૧/૨ ચમચી લાલ મરચા પાવડર,
૧/૨ ચમચી ધાણાજીરું,
૧/૨ ચમચી હળદર,
૧/૨ ખાંડ,
૨ ટેબલ સ્પૂન તેલ,
ચપટી હિંગ,
મીઠું સ્વાદ મુજબ.

બનાવની રીત-

સૌ પ્રથમ તો આપણે જરૂરી સામગ્રીને કટિંગ કરીને એક પ્લેટમાં અલગ અલગ બાઉલમાં એકથી કરી લઈશું.

સૌ પ્રથમ ઍક પેનમાં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાઈ એટ્લે તેમાં હિંગ નાખી કોબી અને કેપ્સીકમ ઉમેરો હવે તેને ૨-૩ મિનીટ ચડવા દેવું .

પછી તેમાં જીના સમારેલા ટામેટા,લાલ મરચા પાવડર, ધાણાજીરું,હળદર ,મીઠુ,ખાંડ ઉમેરો.

બધો હવેજ મિક્સ થઇ જાય એટલે ઍક ચીઝ કયૂબનાં નાનાં ટુકડા કરી નાખો અને હલાવો.

તૌ તેયાર છે ચીઝી ટોમેટો શાક સર્વ કરવા ટાઈમે ઉપર થી ૧ ચીઝ કયૂબ ખમણી ને નાખવી અને ગરમા ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરવું.

આ શાક ક્યારેક અચાનક મહેમાન આવી જાય અને આપણે વિચારવા લાગી જાય કે શું બનાવું તો આ શાક એકદમ ફાટફાટ,સહેલાઇથી અને ટેસ્ટી પણ બને તો બનાવો. ચીઝી ટોમેટો શાક.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી