ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ – બે મિનીટમાં તૈયાર થતો આ નાસ્તો પિકનિક સમયે પણ ઉપયોગી થશે, તો નોંધી લો….

ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ

ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ એક નાસ્તા તરીકે તેને સર્વ કરી શકાય છે.આ ઘણા લોકો ને બાળપણ ની યાદો તાજી કરે છે.નાના મોટા બઘી પેઢીનુ ફેવરીટ છે યુનીક રેસીપી ચિઝલીંગ બાઈટ્સસાથે એક ભેલ બનાવી શકાય છે..આ ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ માં જ્યુસી વેજ. નાખી બનાવી એને ચીઝી ચટપટો,ક્રીસ્પી તેમજ સ્પાઈસી ટેસ્ટ એક જ ચાટ માં આપી શકાય છે.આજે જ બનાવો ચટપટુ ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ.

સામગ્રી:

  • 2 મિડીયમ ટમેટા,
  • 2 મિડીયમ કાંદા,
  • 2 થી 3 લીલા મરચાં,
  • 1tbsp કોથમીર,
  • 1 cup ચિઝલીંગ બાઈટ્સ,
  • 1 tsp લાલ મરચું,
  • 1 to 2 tbsp લીંબુ નો રસ,
  • ચાટ મસાલો,
  • મીઠું.

રીત:

1) સૌપ્રથમ અેક બાઉલ માં ચિઝલીંગ બાઈટ્સ નાંખો

2) એક ડીશ માં કાંદા ટમેટા કોથમીર અને મરચા બારીક સમારી રાખો.

3)હવે આ ચિઝલીંગ બાઈટ્સ કાંદા અને ટમેટાં નાખો. અને બરાબર હલાવી લો.

4) હવે આ ચિઝલીંગ બાઈટ્સ માં કોથમીર અને લીલા મરચાં નાખો. અને બરાબર મિક્ષ કરી લો.

5) આ બધી વસ્તુ બરાબર મિક્ષ થઈ ગયા બાદ તેમાં લીંબુ,ચાટમસાલો,મીઠું અને લાલ મરચું નાંખી બરોબર મિક્ષ કરી લો.

6) તો રેડી છે ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ. આજે જ બનાવો નાના મોટા બધા ને ભાવે અેવી અને બચપનની યાદો ને તાજી કરો.

રસોઈની રાણી: ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી