ચીઝ વેજ ફ્રેન્કી (Cheese Veg Frankie)

સામગ્રી:

4 નંગ બટેકા
1 બાઉલ ખમણેલું કોબી
5-6 ચમચી ટોમેટો સૉસ
5-6 ચમચી મેયોનીઝ ચીઝ
2-3 ચીઝ ક્યુબ
5-6 ચમચી લીલી તીખી ચટણી
2-3 ચમચી ચાટ મસાલો
1/2 ચમચી ગરમ મસાલો
2 ચમચી તપકિર (પોટેટો સ્ટાર્ચ)
મીઠું
3 ચમચા મેંદો
3 ચમચા ઘઉંનો લોટ
તેલ
બટર

રીત:

ક્ટલેસ બનાવવા માટે:

બટેકાને બાફી મેશ કરી તેમા મીઠું ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, લીલી તીખી ચટણી, તપકિર ઉમેરીને મિક્ષ કરવું.
હવે આ મિક્ષણ ની લામ્બી સિલિન્ડર શેપમા ક્ટ્લેસ વાળવી.
પછી નોનસ્ટીક પેનમા સેલો ફ્રાય કરી લેવી.

ફ્રેન્કીની રોટી બનાવવા માટે:

બને લોટ મિક્ષ કરી મીઠું અને મોણ ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો.
રોટલી વણીને નોનસ્ટીકમા કાચી પાકી શેકી લેવી.
બધી રોટલી તૈયાર કરી બાજુ પર રાખવી.

સર્વ કરવા માટે:

નોનસ્ટીકમા બટર લગાવી રોટલીને શેક્વી, એક ભાગ શેકાય જાય એટલે પલટાવી ગેસ ઘીમો કરી દેવો
હવે જે ભાગ શેકાય ગયો છે તેના પર લીલી ચટણી લગાવી, સૉસ નું લેયર કરી મેયોનેઝનું લેયર કરવું
હવે વચ્ચે કટલેટ મૂકી, કોબીનુ છીણ પાથરી તેના પર ચીઝ ખમણી છેલ્લે ચાટ મસાલો છાંટી બને સાઇડથી ફોલ્ડ કરવી.
ગરમ ગરમ સર્વ કરવું તો તૈયાર છે ચીઝ વેજ ફ્રેન્કી.

રસોઇની રાણી: દીપ્તિ શાહ (સુરેન્દ્રનગર)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block