તમે ભલે ચેસ ના રમતા હોવ કે રમતા હોવ તેની આટલી માહિતી તો તમને હોવી જ જોઈએ…

ચેસ એ આ દુનિયાની યુક્તિ વાપરવી પડતી ગેમોમાંની એક છે, જ્યાં તમે ધ્યેય ત્યારે જ હાસિલ કરી શકો કે જયારે તમને આ ગેઇમ બાબતે સંપૂર્ણ જ્ઞાન હોય અને તમને તેની સતત પ્રેકટીસ હોય. ચેસની સૌથી સરસ બાબત એ છે કે તમને તેની યુક્તિઓ અમુક અનુભવી માણસો પાસેથી જ મળશે અને ગમે ત્યાંથી તે મેળવી શકાય એમ નથી. જો કે આ પોસ્ટ એક ગ્રાન્ડ – માસ્ટર બનવા માટે પૂરતી નથી પણ તમે આને વાપરી શકો છો.

૧. ચેસનો ૧૫૦૦ વર્ષ જૂનો ખુબ લાંબો એક ઇતિહાસ છે, અને એવું માનવામાં આવે છે કે ચેસનો ઉદ્ભવ ભારતમાં થયો હતો ૯મી સદી પહેલા, જયારે અમુક લોકો માને છે કે ચેસનો ઉદ્ભવ ચીનમાં થયો હતો.

૨. ચેસની સૌથી લાંબી ટુર્નામેન્ટ ૨૬૯ ચાલની હતી જે ૨૦ કલાક, ૧૫ મિનિટ ચાલી અને આશ્ચર્યજનક રીતે ડ્રો માં પરિણમી.

૩. મૂળરૂપે કવીન “ફેર્સ” હતી, એક કાઉન્સેલર અથવા પ્રાઈમ મિનિસ્ટર પણ બાદમાં યુરોપીયનોએ ૧૪૦૦માં તેને બદલીને ચેસમાં સૌથી મજબૂત બનાવી.

૪. આંખે પાટા બાંધીને રમાતી ચેસ એ પણ એક હકીકત છે અને વર્લ્ડ રેકોર્ડમાં નામાંકિત છે, જ્યાં ખેલાડીએ બોર્ડમાં જોયા વગર જ ચાલ ચાલવાની હોય છે.

૫. નિષ્ણાંતો કહે છે કે ત્રણ ચાલ ચાલ્યા બાદ – દરેક બાજુએથી ત્રણ ચાલ અને તેથી ૯ મિલિયનથી પણ વધુ પોઝિશન શક્ય છે.

૬. ચેસને એસ્થર સિંગલટોનના ડચ સેટલરના ઇતિહાસમાં ૧૬૪૧માં અમેરિકામાં નામાંકિત કરવામાં આવી છે.

૭. પહેલી ચેસની ગેઇમ, જે સૌથી વધુ સમય ચાલી, એ અવકાશમાં રહેલા અવકાશયાત્રી અને ધરતી પરની કોઈ વ્યક્તિ વચ્ચે ચાલી, ૯મી જૂન, ૧૯૭૦માં.

૮. સૌથી પહેલો ચેસ રમવા માટેનો કોમ્પ્યુટર પ્રોગ્રામ ૧૯૫૧માં કોમ્પ્યુટર વૈજ્ઞાની એલન ટ્યુરિંગએ બનાવ્યો હતો.

૯. ડોક્ટર ઇમેન્યુઅલ લાસ્કર, જર્મની એ વર્લ્ડ ચેસ ચેમ્પીઅન ટાઇટલ કબ્જે કર્યું છે જે ઇતિહાસના કોઈ પણ ખેલાડીઓ માં સૌથી મોટું છે (૨૬ વર્ષ અને ૩૩૭ દિવસ).

૧૦. મનોવિજ્ઞાનીઓ પણ ચેસ રમવાની ભલામણ કરે છે કેમકે તેઓ માને છે કે, ચેસ એ વ્યક્તિના શરીરમાં મેમરી ફંકશનને સુધારવામાં મદદ કરે છે.

૧૧. વાળેલું ચેસબોર્ડ મૂળરૂપે ૧૧૨૫માં શોધાયુંતું, જે એક ચેસ રમતા પાદરીએ શોધ્યું તું.

૧૨. બ્રહ્માંડમાં શક્ય હોય તેટલી અનન્ય ચેઝ ગેઇમ હંમેશા એલેકટ્રોનની સંખ્યા કરતા વધારે હોય છે.

તો, શું તમને આ વિષે જાણકારી હતી?

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી