ચીઝ કોફતા કરી (Cheese Kofta Curry, Jain Recipe)

સામગ્રી :

કોફતા માટે :
૧૦૦ ગ્રામ..છીણેલું પનીર
૧૦૦ ગ્રામ.. છીણેલું ચીઝ
૩ નંગ. ક્રશ કરેલાં લીલાં મરચાં
૧ સ્પૂન..કોથમીર
૨ નંગ.. કાચા કેળા બાફી ને મેશ કરેલાં
૧ ટી સ્પૂન.. કોર્ન ફ્લાર
મીઠુ
તેલ.. તળવા માટે

ગ્રેવી માટે :
૩ નંગ.. ટામેટાં
૯-૧૦ નંગ.. કાજૂ
૨ ટી સ્પૂન..મગજતરી નાં બી
૫ નંગ.. કાશ્મીરી લાલ સૂકાં મરચાં
૨ ટી સ્પૂન.. બટર
૧ ટી સ્પૂન.. લાલ મરચું પાવડર
હળદર
૧ ટી સ્પૂન.. કીચન કીંગ મસાલો
૧/૨ ટી સ્પૂન.. જીરૂ પાવડર
૨ ટૂકડા.. તજ
૨.. લવીંગ
૨.. ઇલાયચી,
૧ ટે સ્પૂન.. ક્રિમ
૧ ટી સ્પૂન.. ખાંડ
મીઠુ
કોથમીર

કોફતા ની રીત :
• એક બાઉલ માં છીણેલું પનીર, છીણેલું ચીઝ, લીલાં મરચાં, મીઠું, કોથમીર બધું સારી રીતે મિક્સ કરી નાનાં નાનાં બોલ્સ બનાવી લો.
• કાચા કેળા બાફી ને મેશ કરી મીઠુ ઉમેરી લુઆ કરી લો.
• એક લુઓ લઇ તેમાં વચ્ચે પનીર, ચીઝ નો બોલ સ્ટફ કરી સારી રીતે કવર કરી લો. આ રીતે બધાં બોલ્સ તૈયાર કરી કોર્ન ફ્લાર માં રગદોળી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન કલર નાં ફ્રાય કરી લો.

ગ્રેવી ની રીત :
• એક તપેલી માં પાણી લઇ તેમાં ટામેટાં નાં ટૂકડા, કાજૂ, મગજતરી નાં બી, કાશ્મીરી લાલ સૂકાં મરચાં બાફી લો. ઠંડુ પડે પછી ક્રશ કરી પેસ્ટ બનાવી લો.
• પેન માં બટર મૂકી જીરૂ, તજ, લવીંગ, ઇલાયચી ઉમેરી પછી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી ૫-૭ મિનિટ સાંતળો. લાલ મરચુ, હળદર, ખાંડ, મીઠુ, જીરૂ પાવડર ઉમેરી જરૂર મૂજબ પાણી ઉમેરી ઘટ્ટ
થાય ત્યાં સુધી કુક કરો. કીચન કીંગ મસાલો , કોથમીર ઉમેરી ગૅસ બંધ કરો.

સર્વ કરતી વખતે બાઉલ માં કોફતા મૂકી ઉપર ગ્રેવી રેડી ક્રિમ, કોથમીર, છીણેલું ચીઝ ભભરાવી રોટી કે નાન સાથે સર્વ કરો.

રસોઇ ની રાણી : તરૂ શાહ (અમદાવાદ)

ટીપ્પણી