Cheese Corn Koramaa (ચીઝ કોર્ન કોરમા)

1006000_10201940010808724_1650138934_n

જાણો અને માણો એક મસ્ત અને ચટાકેદાર વાનગી, “ચીઝ કોર્ન કોરમા”

 

સામગ્રી :

ચીઝ , છીણેલી – 3 ક્યુબ્સ

કોર્ન , બાફેલી – 1 /2 કપ

પનીર , છીણેલું – 2 ટે .સ્પૂન

કેપ્સીકમ , ઝીણું કટ કરેલ – 2 ટે .સ્પૂન

ડુંગળી , પેસ્ટ – 2 મીડીયમ નંગ

ટામેટા , પેસ્ટ – 5 મીડીયમ નંગ

આદુ ની પેસ્ટ – 1 /2 ટી .સ્પૂન

ડુંગળી લસણ ની પેસ્ટ – 1 ટી .સ્પૂન

ગરમ મસાલા – 1 ટી .સ્પૂન

લાલ મરચું – 1 ટી .સ્પૂન

કસુરી મેથી – 1 /2 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ક્રીમ – 3 ટે .સ્પૂન

કાજુ પેસ્ટ – 1 ટે .સ્પૂન

ઓઈલ – 2 ટે .સ્પૂન

બટર – 1 ટે .સ્પૂન

 

રીત :

એક પેન માં બટર લઇ કોર્ન અને કેપ્સીકમ સાતળી લો . બોવ્લ માં કાઢી લો .

એક પેન માં ઓઈલ લઇ ડુંગળી પેસ્ટ , લસણ ની પેસ્ટ , આદુ ની પેસ્ટ 3 થી 4 મિનીટ સાતડો. ટમેટો પેસ્ટ સાતડો ઓઈલ છુટું ના પડે ત્યાં સુધી . કાજુ પેસ્ટ ,લાલ મરચું ,ગરમ મસાલા , મીઠું નાખી મિક્ષ કરો. પનીર ,કોર્ન , કેપ્સીકમ મિક્ષ કરો. ક્રીમ મિક્ષ કરી 1 મિનીટ પકાવો. કસુરી મેથી નાખી મિક્ષ કરો ગેસ બંદ કરી 2 ટે .સ્પૂન ચીઝ મિક્ષ કરો. બાકી ના ચીઝ થી ગર્નીશ કરી પરાઠા સાથે પીરસો.

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

 

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!