માત્ર એક OPTOMETRIST દ્વારા તમારી કિંમતી આંખોની તપાસ કરાવો.

માત્ર એક OPTOMETRIST અથવા OPHTHALMOLOGIST દ્વારા તમારી કિંમતી આંખોની તપાસ કરાવો.

દરેક શહેરમાં ઘણા ઑપ્ટિશીયન(ચશ્માવાળા) છે જે પોતાને આંખોના નિષ્ણાત તરીકે વર્ણાવે છે. તે વિશે ધ્યાન રાખો. તેઓ તમારી આંખોને તપાસી શકે નહી, અથવા લેન્સનું વિતરણ કરી શકતા નથી.જો તે થાય તો તે તમારી આંખોને નુકસાન કરી શકે છે.

OPTOMETRIST વિષે (ઓપ્ટોમેટ્રીસ્ટ એટલે કોણ)??

ઓપ્ટોમેટ્રી એ આઇ કેર સર્વિસીઝ, સ્વાસ્થ્યસંભાળ વ્યવસાય છે જે સ્વાયત્ત, શિક્ષિત અને નિયંત્રિત (લાઇસન્સ થયેલ/રજિસ્ટર્ડ) છે. ઓપ્ટોમેટ્રીસ્ટ આંખ અને વિઝ્યુઅલ સિસ્ટમના પ્રાથમિક હેલ્થકેર પ્રેક્ટીશનર્સ છે જે વ્યાપકપણે આંખ અને દ્રષ્ટિની સંભાળ પૂરી પાડે છે, જેમાં રિફ્રેક્શનનો સમાવેશ થાય છે, આંખમાં રોગનું નિદાન અને સંચાલન તેમજ ત્રાસી આંખ માટે કસરત અને બીજીં ઘણી સ્થિતીમાં માર્ગદર્શન આપી શકે છે.

સ્કૂલ પછી 10 + 2 PCB 60%, તેઓ એક વ્યાવસાયિક કાર્યક્રમમાં 4 વર્ષ ભણતર મેળવે અને ઓપ્ટોમેટ્રી ડિગ્રી હાસીલ કરે છે. ઑપ્ટોમેટ્રી, ગ્રેજુએટ પછી કેટલાક ઓપ્ટૉમેટ્રિસ્ટને વધારાની તબીબી તાલીમ મળે છે. જેવી કે માસ્ટર ઓફ ઓપ્ટૉમેટ્રી, ફેલોસીપ ઇન ઓપ્ટૉમેટ્રી, ડૉકટર ઓફ ઓપ્ટૉમેટ્રી અને Phd.

ઑપ્ટોમેટ્રીસ્ટની ભૂમિકાઓ :

1) પ્રાથમીક આંખની તપાસ.
2) NEARSIGHTEDNESS, FARSIGHTEDNESS AND ASTIGMATISM જેવી ખામીઓનુ નિવારણ.
3) યોગ્ય ચશ્માનુ પ્રિસ્ક્રીપ્સન અને લેન્સનું નિરીક્ષણ અને તે વિષેનું માર્ગદર્શન આપે છે.
4) નિમ્ન-દ્રષ્ટિ સહાય (Low Vision) અને દ્રષ્ટિ ઉપચાર (Vision Therapy) પૂરો પાડે છે.
5) ઝામર, મોતિયા, મેક્યુલર ડિજનરેશન, ડાયાબિટીસ રેટિનૉપથી, અને કંજકટીવાઈટીસ અને બીજા ઘણી આંખોની વ્યાપક સ્થિતિઓનું નિદાન કરે છે.
6) અમુક ચોક્કસ આંખની સ્થિતિઓ માટે દવાઓ લખી શકે છે. (In some country).
7) ઑપરેશન કરવાની જરૂર છે જ, તેવા લોકો માટે પ્રિ- અથવા પોસ્ટ-ઓપરેટીવ કેર સાથે સહાય કરે છે.

ઑપ્ટોમેટ્રીસ્ટ કોણ નથી?

1) ઓપ્ટીસિયન્સ (Opticians), ઓપ્ટોમેટ્રિસ્ટ નથી અને તે આંખની તપાસ કરી શકે નહી.
2) ઓપ્ટોમેટ્રીમાં એક વર્ષ ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર અભ્યાસક્રમો.
3) વિઝન ટેકનિશિયન એ ઑપ્ટોમેટ્રીસ્ટ નથી.
4) 2 વર્ષથી ઓછી ડિપ્લોમાં ઓપ્ટોમેટ્રી.
નોંધઃ
2 વર્ષથી ઓછા ડિપ્લોમાં ઓપ્ટોમેટ્રીસ્ટ કરેલા 1-2 વર્ષનુ પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા પ્રમાણપત્ર મેળવે છે. તેઓ લૅન્સની પ્રિસ્ક્રિપ્શનની તપાસ, ચશ્મા પૂરા પાડે છે, ચશ્મા રિપેર કરે અને નક્કી કરે કે કયા પ્રકારનાં લેન્સીસ અને ફ્રેમ શ્રેષ્ઠ કામ કરશે, ઓર્ડર અને ચશ્મા બરાબર છે કે નહી તેની તપાસ કરે છે.

ધ્યાનમાં રાખવા જેવું:

ગેરકાનૂની પ્રેક્ટિસનરથી સાવચેત. માત્ર રજીસ્ટર્ડ OPTOMETRIST ની મુલાકાત લો.અત્યારે ઘણા અયોગ્ય વ્યક્તિ હેઠળ ઓપ્ટોમેટ્રિસ્ટ સ્વતંત્ર રીતે અથવા ઓપ્ટિકલ દુકાનોમાં અથવા હોસ્પિટલો/આંખ ક્લિનિક્સમાં કામ કરે છે એવો દાવો કરે છે.

તમારી કિંમતી આંખોના સ્વાસ્થ્ય સાથે રમી રહેલા આવા કહેવાતા બિનયોગ્ય વ્યકિતઓથી વાકેફ રહો. જયારે તમે ઑપ્ટોમેટ્રિસ્સ્ટની મુલાકાત લો ત્યારે કૃપયા તેમના ઓપ્ટોમેટ્રી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા ઇન્ડિયન ઓપ્ટોમેટ્રીક એસોસિએશન અથવા કોઈપણ સ્ટેટ ઓપ્ટોમેટ્રી એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલા તેમના રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર વિશે પૂછો.

લેખક – ભોલુ ગોસ્વામી

ટીપ્પણી