ચતુર માણસ ની સલાહ – આનંદનું રહસ્ય કેમાં છે ?

એક વાર એક માણસ પોતાના પુત્ર ને આનંદ/સુખ ના રહસ્ય ની જાણકારી શીખવવા માંગતો હતો, તેથી તેણે પોતાના પુત્રને ખૂબ જ દૂર રહેતા એક જાણીતા અતિ ચતુર માણસ પાસે મોકલ્યો. પુત્ર એ પિતાની વાત માની લીધી. તેને તે જગ્યા સુધી પહોચતા ઘણાં જ અઠવાડિયા થયા.

ત્યાં આ યુવાને પર્વતની ટોચ પર એક ખૂબ જ મોટો અને સુંદર કિલ્લો જોયો. કિલ્લા ની અંદર દાખલ થઇ મુખ્ય ખંડ તરફ જતાં તેણે ઘણાં લોકો ને જોયાં.

કેટલાક વેપારી હતા, કેટલાક હળવું સંગીત ગાતા હતા,કેટલાક એક ખૂણા માં વાતો કરતા હતા. આ બધું જોઈ ને યુવાન ને નવાઈ લાગી. તેણે જોયું કે ચતુર વ્યક્તિ તેને મળવા આવનાર દરેક વ્યક્તિ સાથે વાતો કરતા હતા. યુવાન નો ચતુર વ્યક્તિ ને મળવા નો વારો આવતા કલાકો રાહ જોવી પડી.

યુવાન ચતુર વ્યક્તિ ને મળ્યો અને તેણે તેમની પાસે આવવાનું કારણ કહ્યું. ચતુર વ્યક્તિએ તેને સાંભળ્યો અને કહ્યું-“હું તને પછી થી જવાબ આપીશ પરંતુ તે દરમ્યાન તું કિલ્લામાં ફર બધું જો અને ત્રણ કલાક પછી પાછો આવ.”

ચતુર માણસે તેને તેલ ના થોડાં ટીંપા ભરેલી એક ચમચી આપી.અને કહ્યું-“તું જયારે ફરતો હોય ત્યારે આ ચમચી સાથે રાખજે અને તેમાંથી તેલ ઢોળાય, કે છલકાય નહીં તેનો ખ્યાલ રાખજે.”

યુવાન સંમત થયો અને તે ચમચી લઇ ચાલી નીકળ્યો.ત્રણ કલાક પછી તે ચતુર વ્યક્તિ પાસે પરત આવ્યો.

ચતુર વ્યક્તિ એ કહ્યું –“સરસ,મારા પ્રિય ,યુવાન, તું એ કહે કે તે કિલ્લા પર ની દિવાલો ઉપર ની સુંદર કોતરણીઓ જોઈ? તે સુંદર બગીચો જોયો?

યુવાન પહેલા તો ખચકાયો અને પછી કબુલ કર્યું કે- મેં કશુંજ તેને કશુજ જોયું નથી,કારણ કે તમે આપેલી ચમચી માંથી તેલ ઢોળાય,કે છલકાય નહીં છલકાઈ નહિ તેનો જ ખ્યાલ રાખવા માં જ હું મશગુલ હતો.

ચતુર વ્યક્તિ એ કહ્યું-હવે તું ફરી થી કિલ્લા માં આ તેલ ભરેલી ચમચી લઇ ને આંટો મારવા જા અને બધું જ જો, કિલ્લાની સુંદરતા ની મઝા પણ માણ.

યુવાન ફરી થી ચમચી લઇ ને કિલ્લાને જોવા ચાલી નીકળ્યો.આ વખતે તેણે બધું જ -બધુજ કલા-કારીગીરી, બગીચાઓ, પર્વતો, અને ફૂલો ની સુંદરતા જોયા. ચતુર વ્યક્તિ પાસે પાછા આવી ને તેણે જોયેલી તમામ વસ્તુઓ ની વાત વિગતે કરી.

ચતુર વ્યક્તિ હસ્યો અને કહ્યું:-“તે જે કઈ જોયું તે તને ગમ્યું તેનાથી મને આનંદ થયો,પરંતુ મને એક વાત કહે કે-“તારી પાસે આ ચમચી માં તેલ હતું તે ક્યાં ગયું?”

યુવાન તો આ ચમચી અને તેલ ની વાત લગભગ ભૂલી જ ગયો હતો. તેણે જોયું કે તે જયારે સુંદરતા માણવામાં વ્યસ્ત હતો ત્યારે તેલ તો ઢોળાઈ ગયું હતું.

“ વારું, હે યુવાન હું તને માત્ર એક જ સલાહ આપી શકું…. આનંદ નું રહસ્ય બધું જ સૌન્દર્ય અને અજાયબીઓ જોવામાં તો છે, -“પરંતુ ચમચી મા નું તેલ કદિ પણ ભૂલવું ના જોઈએ.” – “આમ ચતુર વ્યક્તિ એ ટકોર કરી.

સારાંશ:

સુખ નું રહસ્ય જીવન આનંદ થી માણવા માં છે પરંતુ જવાબદારીઓ કદી ભુલાવી ના જોઈએ!….

લેખન અને સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી