હવે ઘરે જ તૈયાર કરો “ચટપટી બોમ્બે ભેળ ચાટ”, એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સહીત રેસિપી જોઇને

ચટપટી બોમ્બે ભેળ ચાટ

આજકાલ લોકોને ચટપટી અને જલ્દી બની જાય એવી ઇન્સ્ટન્ટ રેસિપી બહુ ગમે છે અને ચટપટી નામ પડે એટલે સૌથી પેલા ચાટ યાદ આવે. તો ચાલો આજ બોમ્બે રોડ સાઈડની ચાટ બનાવીયે અને આનંદ માણીયે…

સામગ્રી:

મમરા,
મિક્સ ચવાણૂ,
સેવ,
બટેકા,
ચણા,
ટામેટા,
ડુંગળી,
મસાલા સિંગ,
દાડમ,
લીલી ચટણી,
આંબલીની ચટણી,
લસણની ચટણી,
મીઠું,
દહીં,
કોથમીર,
લીલી મારચીની ચટણી,
લાલ મરચું,
મીઠું,
લીંબુ.

રીત:

સૌપ્રથમ એક મોટા વાસણમાં બાફેલા બટેકા લેવા.

પછી તેમાં ડુંગળી ઉમેરવી પછી ટામેટા ઉમેરવા થોડાક આપણે સર્વિંગ માટે બાકી રાખીશું.

પછી બાફેલા ચણા ત્યારબાદ મસાલા સીંગ કે ખારી સીંગ લેવી પછી દાડમ ના દાણા લેવા.

પછી લીલી મરચી લેવી ને બધું બરાબર મિક્સ કરી લેવું સહેજ ચમચા વડે મેશ કરતુ જાવું

પછી તેમાં મિક્સ ચવાણું ઉમેરવું,

તમે પાપડી પુરીના કટકા કરી ઉમેરી શકો છો, પછી વઘારેલા મમરા લેવા. પછી સેવ ઉમેરવી બધું બરાબર મિક્સ કરી લેવું.

પછી તેમાં લસણની ચટણી ઉમેરવી, આંબલીની ચટણી ઉમેરવી. પછી લીલી ચટણી ઉમેરવી.
પછી લાલ મરચું પાવડર ને મીઠું ઉમેરવું બધું બરાબર મિક્સ કરી લેવું.

ચાખીને સ્વાદ અનુસાર લીંબુ ઉમેરવું પછી તેને સર્વિંગ બાઉલમાં લઇ, તેના પર સેવ ભભરાવી, ડુંગળી ભભરાવી,થોડાક ટામેટા, દાડમના દાણા, મસાલા સીંગ, કોથમીર, આંબલીની ચટણી, લીલી ચટણી, મીઠું દહીં, લાલ મરચું ઉમેરી સર્વ કરવું.

તો તૈયાર છે ચટપટી બોમ્બે ભેળ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો જુઓ

ટીપ્પણી