રાજકોટની પ્રખ્યાત ખાટી અને તીખી ચટણી આજે બનાવો તમારા ઘરે , સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને…..

ખાટી અને તીખી ચટણી

આપણે ગુજરાતીઓને રોજ બરોજના ભોજનની સાથે જાત જાતના કચુંબર, અથાણાં અને ચટણી ઓ તો જોઇએ જ. આપણે હમેશા લસણની, કોથમીર ફુદીનાની અને ખજૂર આંબલીની ચટણી તો બનાવતા જ હોઈએ છીએ.

આજ હું તમને એક એવી ચટણી શીખવાડીશ કે તેનો સ્વાદ તમારી જીભ પર રહી જશે.. અને તે છે રાજકોટની પ્રખ્યાત . ખાટી અને તીખી ચટણી, આ ચટણીનો ઉપયોગ તમે ગરમાગરમગાંઠીયા,ભજીયા,ઢોકળા,સેન્ડવીચ,ભેલ, પુરી ,ભેલપુરી, સમોસા કચોરી, કટલેસ કે કોઈ પણ પ્રકારની ચાટમા કરી શકો છો.

તો ચાલો આજ આ ચટણી કેવી રીતે બને તે શીખવાડીશું આ ચટણી બનાવવા માટે કઇ સામગ્રી જોશે એ નોંધી લો

  • એક કાચી કેરી 1નંગ(200g),
  • સિંગદાણા 50g,
  • 2-3 તીખા લીલા મરચાં ,
  • 1/4ચમચી હળદર ,
  • સ્વાદનુસાર મીઠું .

ચાલો હવે રીત પણ નોંધી લો

સૌ પ્રથમ સિંગદાણાને થોડા શેકી ને તેના ફોતરાં કાઢીને 10મીનિટ પાણીમા પલાળી દો, હવે સિંગદાણા પલળતા થાય ત્યાં સુધીમાં કાચી કેરીને પણ ધોઇને તેની છાલ ઉતારી લો અને તેના નાના નાના ટુકડાઓ કરી લો,

1-હવે મિક્સરના ચટણીના જારમા સૌ પ્રથમ પલાળેલા સિંગદાણામાથી પાણી નિતારીને સિંગદાણા નાખો 2-તીખા લીલા મરચાંના ટુકડા નાખો 3-ત્યારબાદ કાચી કેરીના ટુકડા નાખો 4-ત્યાર બાદ 1/4ચમચી હળદર નાખો 5-સ્વાદનુસાર મીઠું નાખીને બધું બરાબર મિકસર મા પીસી લો. તૈયાર છે તમારી રાજકોટ શહેર ની પ્રખ્યાત ખાટી અને તીખી ચટણી. નોંધ –આ ચટણી મા જરા પણ પાણી કે કોઈ પણ પ્રકારના પ્રવાહી નો ઉપયોગ કરવામાં નથી આવતો એટલે આ ચટણી ને તમે 3-4 મહિના સુધી ફ્રીઝર મા સ્ટોર કરી શકો છો,

અત્યારે હાલ મા કેરી ની સિઝન ચાલી રહી છે તો તમે આ ચટણી બનાવી ને ફ્રીઝર મા એરટાઈટ ડબ્બામાં ભરી ને સ્ટોર કરી લો અને ઉપર જણાવ્યા મુજબ વિવિધ પ્રકારના વ્યંજનો સાથે આનંદ અને સ્વાદ માણો.

આ ચટણી બનાવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબત એ છે કે કેરી એકદમ કાચી અને તેમા ખટાશ પણ બરાબર હોવી જરૂરી છે જેમકે લાડવા કેરી. જે કેરી અંદર થી પીળાશ પડતી હોય અથવા ખટાશ નુ પ્રમાણ ઓછું હોય તેવી કેરી નો બિલકુલ ઉપયોગ કરવો નહીં.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી