“ચાપડી તાવો” – શીખી લો રાજકોટ વાસીઓ ની આ પ્રખ્યાત વાનગી, રીત છે સરળ !

રંગીલા રાજકોટના લોકો આ વાનગી પાછળ દિવાના ! જેવા કે રાજસ્થાની લોકો દાલ બાટી પાછળ…!!

સામગ્રી:

તાવા માટે:

૧.૫ બાઉલ પલાળેલા મિક્ષ કઠોળ (મગ, ચણા, વાલ, ચોળી),
૧ બાઉલ લીલા વટાણા,
૧ બાઉલ લીલા તુવેરના દાણા,
૧ બાઉલ બટેકા,
૧ બાઉલ ગાજર,
૧ બાઉલ રીંગણા,
૧.૫ બાઉલ કોબી,
૧ બાઉલ વાલોળ-પાપડી,
૧/૨ બાઉલ દુધી,
૧ બાઉલ ફ્લાવર,
૧ બાઉલ ટમેટા,
૧ બાઉલ ડુંગળી,
૧ મરચુ,
નાનો ટુકડો આદુ,
૭-૮ કળી લસણ,
૧ ચમચી રાઈ,
૧ ચમચી જીરું,
ચપટી હિંગ,
૧/૨ નંગ બાદીયા,
ટુકડો તજ,
૨-૩ લવિંગ,
૩-૪ મરી,
તમાલપત્ર,
૧ સુકું લાલ મરચું,
લીલો લીમડો,
૧ ચમચી ગરમ મસાલો,
૨ ચમચી લાલ મરચું,
૧ ચમચી હળદર,
૨ ચમચી ધાણાજીરું,
મીઠું,
તેલ,
કોથમીર,

ચાપડી માટે:

૨૦ ચાપડી,
૩ મોટા બાઉલ ઘઉંનો જાડો લોટ,
૧ બાઉલ રવો,
તલ,
જીરું,
તેલ (લાડવામાં મોણ દઈ તેવી રીતે),
મીઠું,
હુંફાળું પાણી,

તાવાની રીત:

– સૌ પ્રથમ આદુ મરચા લસણની પેસ્ટ બનાવી.
– કુકરમાં બટેકા, ગાજર, વાલોળ-પાપડી, દુધી, કોબી, ફ્લાવર, રીંગણા, થોડું પાણી અને મીઠું મિક્ષ કરી ૩ સીટી કરી લેવી.
-પછી કુકરમાં મગ, ચણા, વાલ, ચોળી, લીલા વટાણા, લીલા તુવેરના દાણાને બાફી લેવા.
– હવે એક કડાઈમાં 2 મોટા ચમચા તેલ મૂકી રાઈ, જીરું, બાદીયા, તજ, લવિંગ, મરી, તમાલપત્ર, સુકું લાલ મરચું, લીલો લીમડો, હિંગનો વધાર કરી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરી સહેજ કૂક કરી ટમેટા ઉમેરવા.
– ટમેટા થોડા ચડે એટલે તેમાં બાફેલ કઠોળ ઉમેરી બરાબર હલાવી બાફેલ શાકને મેશ કરી મિક્ષ કરવું.
– હવે તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું.
– ગરમ પાણી ઉપરથી નાખવું રસા માટે.
– છેલ્લે કોથમીર ભભરાવીને મિક્ષ કરી લેવું.
– તો તૈયાર છે તાવો.

ચાપડીની રીત:

– એક વાસણમાં ઘઉંનો જાડો લોટ, રવો, જીરું(હાથથી મસળી લેવું), તલ, તેલનું મોણ દઈ હુફાળા પાણી વડે લાડવાના મુઠીયા બનાવી તેવો તૈયાર કરવો.
– હવે તેને હાથ વડે પાટલી પર મસળી ગોળ ગોળ નાની થેપી લેવી, તેલ ગરમ થાય એટલે તળી લેવી.
– તો તૈયાર છે ચાપડી.
– તાવો ચાપડી લીલી ડુંગળી,છાસ કે દહીં જોડે સર્વ કરવું.

નોંધ:

– ઘણા લોકો ચાપડી ઊંધિયું પણ કહે છે…તાવો ચાપડી ચોળીને મતલબ હથેળી વડે ચાપડીનો ભુક્કો કરી તેમાં તાવો નાખી ખાવાનો હોય…
– શાકના માપમાં વધ ઘટ કરી શકાય અને શાક વધારાના નાખવા હોય કે આમાંથી ન નાખવા હોય તો તે આપના પરિવારના સ્વાદ અને ગમા અણગમા અનુસાર ફેરફાર કરી શકાય. આ ૬-૭ વ્યક્તિ માટે છે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ સૌને મારી આ વાનગી ગમી હોય તો મિત્રોમાં શેર કરજો અને કોમેન્ટમાં પ્રતિભાવ આપજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block