આજે હું લાવી છું હેલ્ધી લંચબોક્ષ આયડિયા, તો ચાલો આજે નાસ્તામાં “ચણા- ઉપમા”બનાવીએ…

“ચણા-ઉપમા”(

“હેલ્ધી લંચબોક્ષ આયડિયા”

દેશીચણા જે કાલાચના /Bengal gram/chick peas નામથી પણ પ્રચલિતછે-તે પ્રોટીન,ફાઇબરઅને આયઁનનો ઉત્તમ સ્ત્રોતછે.
તો હેલ્ધી રેસીપીમાં તેનો ઉપયોગ કરીને બનાવ્યો છે.

સામગ્રી:

2 વાટકી બાફેલા દેશી ચણા,
2 વાટકી સોજી (રવો ),
1 કાંદો,
આદું મરચાંની પેસ્ટ,
લીમડાના પાન,
મરચું પાવડર,
ગરમ મસાલો,
કોથમીર,
લિમ્બુ,
રાઇ,
જીરુ,
હિંગ,
મીઠુ,
ખાંડ(ઓપ્સ્નલ),
તેલ,
ઘી,

રીત :

-ચણાને મીઠું નાંખીને બાફીલો .
-સોજીને શેકીને રાખો .
-એક કડાઇમાં તેલ મૂકીને રાઇ ,જીરુ,લીમડો,આદું મરચાંની પેસ્ટ તથા હિંગ નાખીને ચણા વઘારો.
-તેમાં મરચું,મીઠું,ખાંડ અને ગરમ મસાલો(સોજીના ભાગનુ પણ ઉમેરવું ) નાંખીને બરાબર મિક્ષ કરો.ત્યારબાદ શેકેલી સોજી ઉમેરો.
-પછી પાણીને ગરમ કરી,જરૂર મુજબ ઉમેરી ગેસ પર રાખવું.
-ઉપમા તૈયાર થયા પછી,લિમ્બુનો રસ અને ઘી ઉમેરવું(ઘી થી ઉપમા લીસો થશે)
-વાટકીમાં દાબીને ભરી,અન્મોલ્ડ કરી લંચબોક્ષમાં ભરો.

#ઉપમા ઠંડો ના ભાવે પણ ટેસ્ટી ચણા ઉમેરવાથી સારો લાગશે.
#સવારના નાસ્તા માટે પણ પરફેક્ટછે ..

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી