પૌષ્ટિક , સ્વાદિષ્ટ ને સ્વાસ્થ્ય માટે લાભદાયી “ચણા સુંડલ”, આજે જ બનાવો

ચણા સુંડલ

ચણા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા લાભદાયી છે, આપણે સૌ જાણીએ છીએ . કાયમના ચણાના શાક કે સલાડથી કઈક અલગ ડીશની રીત આજે હું લાવી છું . દક્ષીણ ભારતમાં આ ડીશને સુંડલ કહે છે. અને તેહવારોમાં ભગવાનને ભોગમાં ચડાવે છે . આ વાનગી કાળા ચણામાંથી જ નહિ પણ કાબુલી ચણામાં પણ બનાવી શકાય છે. આ વાનગી ખુબ જ ઓછા તેલમાં બનતી હોવાથી ખુબ જ પૌષ્ટિક , સ્વાદિષ્ટ છે.

નોંધ :

આ વાનગીમાં કોઈ મસાલાને ફ્લેવર હોતી નથી, જેના લીધે ખુબ જ સેહતમંદ છે. ચણાને બાફતી વખતે ધીરજ રાખવી . ચણા સંપૂર્ણ રીતે બફાયેલા હોવા જોઈએ.. કાચી કેરી હાજર ના હોય તો આપ આમલીનું પાણી કે લીંબુ નો રસ ઉમેરી શકો .

સામગ્રી :

• ૧/૨ વાડકો ચણા,
• ૧/૪ વાડકો , લીલું નારિયલ ખમણેલું,
• ૩ ચમચી ખમણેલી કાચી કેરી,
• ૧.૫ ચમચી તેલ,
• ૧/૨ ચમચી રાઈ,
• ૧/૨ ચમચી અડદની દાળ,
• ૧-૨ લાલ સુકા મરચા,
• ૧-૨ લીલા મરચા , બારીક સમારેલા,
• લીમડાના પાન,
• ૧/૨ ચમચી હિંગ,
• મીઠું,
• ચપટી હળદર (optional).

રીત :

ચણાને ધોઈ , પૂરતા પાનીમાં ૪-૫ કલાક પલાળી રાખો. હુફાળામાં પાણીમાં ૧.૫ કલાક પલાળી લેશો તો પણ ચાલશે. કુકરમાં ચણાને પાણી, મીઠું અને ચપટી સોડા સાથે ૩-૪ સીટી વગાડવી .. પાણી થોડું જ મુકવું . ચણામાંથી વધારાનું પાણી ગાળી લો .
કડાયમાં તેલ ગરમ કરી એમાં તેમાં અડદની દાળ નાખો ,

એ બ્રાઉન થઇ એટલે એમાં રાઈ , લાલ સુકું મરચું , લીલા મરચા , લીમડાના પાન ઉમેરો.

 

બધું શેકાય એટલે એમાં હિંગ ઉમેરી ચણા ઉમેરો ..

બધું સરસ રીતે મિક્ષ કરો .. મીઠું સ્વાદ અનુસાર ઉમેરો . કાચી કેરીનું છીણ, હળદર અને ટોપરાનું છીણ ઉમેરો.

સરસ મિક્ષ કરો અને પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી