“ભાજણી ચકરી”- ખુબ સરસ મારા બાળકોને તો ખુબ જ ભાવે છે તમે પણ બનાવો…

“ભાજણી ચકરી”

સામગ્રી

+ ૨ કપ ચોખા,

+ ૧ ટેબલ-સ્પૂન અડદની દાળ,

+ ૪ ટેબલ-સ્પૂન ચણાની દાળ,

+ ૧ ટેબલ-સ્પૂન ધાણા,

+ ૨ ટેબલ-સ્પૂન સાબુદાણા

+ ૧ ટી-સ્પૂન લાલ મરચાંનો પાઉડર,

+ ૨ ટી-સ્પૂન તલ,

+ ૧/૪ ટી-સ્પૂન હળદર,

+ મીઠું,

+ તેલ તળવા માટે,

+ ૧ કપ પાણી,

રીત

૧. ચોખાને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ નાખવા. પછી એને કોરા કપડા પર બે-ત્રણ કલાક સૂકવી દેવા.

૨. એક પૅનમાં સ્લો ગૅસ પર ચોખાને શેકી લેવા. ત્યાર પછી વારાફરતી અડદની દાળ, ચણાની દાળ, સાબુદાણા અને ધાણાને શેકીને મિક્સરના જારમાં પીસીને ચાળીને લોટ તૈયાર કરવો.

૩. એક પૅનમાં એક કપ પાણી ગરમ કરવું. એમાં લાલ મરચાંનો પાઉડર, હળદર, મીઠું, તલ અને જરાક તેલ નાખી લોટ મિક્સ કરીને એક ઊભરો આવે એટલે ગૅસ બંધ કરવો. એને દસ મિનિટ માટે ઠંડું કરવું.

૪. તેલ ગરમ કરવું. એમાં આ લોટને ચકરીના મશીનમાં અથવા સંચામાં ભરીને ચકરી બનાવી ગરમ તેલમાં ગુલાબી રંગની તળવી.

રસોઈની રાણી – કેતકી સૈયા

તમે પણ ટ્રાય કરો અને જણાવજો કે કેવી લાગી… શેર કરો અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી