“ચાઇનીઝ ક્રિસ્પી ભેળ”

 

“ચાઇનીઝ ક્રિસ્પી ભેળ”

સામગ્રી:

નૂડલ્સ – ૧૦૦ ગ્રામ

કોબીજ – અડધી વાટકી

ગાજરનું છીણ – ૧ વાટકી

સમારેલાં કેપ્સિકમ – ૧ વાટકી

કોર્નફ્લોર – ૨ ચમચાસોયા સોસ – ૧ ચમચો

વિનેગર – ૧ ચમચોચિલી સોસ – ૧ ચમચો

આજીનો મોટો – ૧ ચમચી

લસણની પેસ્ટ – ૧ ચમચી

આદું-મરચાં – ૧ ચમચી

મીઠું અને મરીનો પાઉડર – સ્વાદાનુસાર

રીત:

એક તપેલીમાં પાણી ગરમ કરો અને તેમાં અડધી ચમચી મીઠું અને એક ચમચી તેલ નાખીને નૂડલ્સ બાફો.

બફાઇ જાય એટલે નૂડલ્સને ઠંડા પાણીમાં નાખી દો જેથી તે ચોંટી ન જાય.

તેને ફરીથી ચાળણીમાં કાઢો જેથી બધું પાણી નીતરી જાય.

તેમાં એક ચમચી તેલ ભેળવો. કોર્નફ્લોરમાં રગદોળીને ડીપ ફ્રાય કરો.

લસણ અને આદુંને વાટી લો.

બે ચમચી તેલ ગરમ કરી તેમાં આદું-લસણ સાંતળી એક મિનિટ પછી બધાં શાક ઉમેરીને તેને નરમ થવા દો.

થોડી વાર પછી નૂડલ્સ સહિત બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો.

ચિલી સોસ, વિનેગર અને લીલા મરચાં નાખીને સર્વ કરો.

Courtesy: Nimesh Tailor

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block