એક હોશિયાર ચાટ વાળો

એક ચાટ વાળો હતો. જયારે પણ ચાટ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ચાટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ.

એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.
નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?
અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા.
એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે.

એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે.
તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ.
જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ.
તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.

તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.

આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!