રસોડામાં વપરાતા મસાલા તંદુરસ્તી માટે ખૂબ જરૃરી છે, તો ચાલો આજે બનાવીએ ‘છાસનો મસાલો’ એ પણ સ્ટેપ બાય સ્ટેપ

છાસનો મસાલો

મિત્રો અપડા ગુજરાતી ની જમવાની થાળી છાસ વગર અધુરી છે.અને જો છાસ માં મસાલો એડ કરવામાં આવે તો અનો ટેસ્ટ ખુબ જ સરસ થઇ જાય છે. અને આ છાસ નો મસાલો અપડા શરીર માટે પણ ખુબ જ સારો છે. જે જમવાનું પચાવવા માં પણ ઉપયોગી છે. આ છાસ ના મસાલા થી ગેસ, અપચો જેવી વસ્તુઓ થી પણ છુટકારો મળે છે. તો ચાલો આજે બનાવીએ છાસ નો મસાલો જેને અપડે ૬થી ૮ મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ.

સામગ્રી:

૨ ચમચી ધાણાજીરું ,

૧ ચમચી નમક,

૧ ચમચી સંચર,

૧/૨ ચમચી મારી પાઉડર,

૧ ચમચી આમચૂર પાઉડર,

સેર્વિંગ માટે છાસ.

રીત:

બારે માસ પીવાતું અપ્ડું ઠંડુ પીણું કે જેના વગર અપ્ડું ગુજરાતીઓ નું જમવાનું પણ અધૂરું કેહવાય તેને વધારે સ્વાદીસ્ત બનાવવા માટે અપડે બનાવીશું જટપટ પાંચ જ મિનીટ માં છાસ નો મસાલો જે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી સકસે અને તેને બધી જગ્યા એ જોડે પણ લઇ જી શકીએ છીએ તો ચાલો જોઈંએ રેસીપી

સૌપ્રથમ છાસ નો મસાલો બનાવવા માટે અપડે બધી વસ્તુઓ બાઉલ માં કાઢી લઈશું. જેવીકે ધાણાજીરું, જે મેં બનાવીને તૈયર કરેલું છે. તમે જે કિચન માં ધાણાજીરું ઉપયોગ કરો તે પણ લઇ શકો છો. અને મારી પાઉડર, નમક, સંચર, અને આમચૂર પાઉડર.

અકે બાઉલમાં ધાણાજીરું, મરી પાઉડર, અને નમક અને સંચળ એકઠું કરીશું.

– ધાણાજીરું  શરીર માટે ઠંડુ કેહવાય છે. તો તેને વધારે માત્રામાં પણ લઇ શકાય છે.

  • મારી પાઉડરથી સાલામાં  તીખાસ પડતો સરસ ટેસ્ટ આવશે.
  • સંચળ પાઉડરથી તીખાસનું બેલેન્સ જળવાશે.
  • નમકથી હલકી ખારાશ પકડે એટલે એડ કરીશું.

તમે આમચૂર પાઉડર અને જલજીરા પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે બધા જ મસાલા ને ચમચી વડે મિક્ષ કરી લઈશું. એટલા મિક્ષ કરી લેવાના. બધા મળીને એક ટેસ્ટી મસાલો બની જાય.

હવે આપણે છાસ લઈશું અને તેના પર છાસનો મસાલો મિક્ષ કરી સેર્વ કરીશું

તો તૈયર છે માત્ર ઉનાળા જ નહિ પરંતુ બારે માસ રેગ્યુલર પીવાતી છાસનો ટેસ્ટી મસાલો.

નોંધ: બધા મસાલા ટેસ્ટ માટે ઉમેર્યા છે તો તમને જે પણ ભાવતા મસાલા હોય તેની માત્ર ઓછી વધારે કરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી