ચાર બંગડી – A Romantic Short Story

સુરજ અને ચાંદની તેના રૂમની અંદર બેઠા હતા. સુરજને રવિવારની રજા હતી . બન્ને એક બીજાના કામની વાતો સાથે એકબીજાની ચાહતની વાતો કરતા હતા .ચાહતની વાતોની આતશાબાજી એકાંતની ભવ્યતાને વધુ આકર્ષક બનાવી રહી હતી. અચાનક કોઈ ગાડીનો હોર્ન વાગે છે. ચાંદની બારીના પડદાને બારીક રીતે ઉઠાવીને જોવે છે તો,તેને તેની સામેના બંગલાવાળાની કાર દેખાય છે. તે કાર જોય તેને સુરજ જોડે નવો પ્રસ્તાવ રાખવાનુ નવું કાર્ય સુજે છે.

“સુરજ,તુ મને કયારે અને કેવી રીતે કયા ફરવા લઇ જવાનો?”ચાંદની એ સુરજને કહ્યું.

પહેલા તો સુરજને ચાંદની નો તે સવાલ ક્રિકેટના સ્પિનર બોલરના બોલ જેવો લાગ્યો. થોડીવાર પછી સુરજના મગજમાં સવાલનો સારો ટપ્પો પડતા તેને જવાબ આપ્યો.

“આજે સાંજે એકટીવા પર ફિલ્મ જોવા અને રેસ્ટોરન્ટમા જમવા જઇશું.”ફાઇનલ. સુરજે ચાંદની ને જવાબ આપ્યો.

“ના…મારે એકટીવામા નહી Audiમા જવુ છે.”બદલાતા અને અપડેટેડ અંદાજ સાથે સુરજને ચાંદની એ જવાબ આપ્યો.

“સારુ,done…પણ તારે તેની માટે થોડીવાર તારી આંખો બંધ કરવી પડશે.”સુરજે ચાંદની ને જવાબ આપ્યો. ચાંદની એ આંખો બંધ કરી. સુરજે થોડીવાર પછી ચાંદની ને આંખો ખોલવા કહ્યુ .ચાંદની એ આંખો ખોલી ઉપર જોયું તો સુરજ તેના હાથમાં હાથ રાખી મલકાતો હતો.

ચાંદની એ ચાર હાથના મિલન પર નજર કરી,તો તેના સુદંર હાથમાં બે-બે નવી અને જોનારની નજરને લુંટી લે તેવી બંગડી હતી. તે બંગડી સુરજ લાવ્યોતો.

“સુરજ,તારી આ બંગડી મને ખુબજ ગમી,હવે તુ audiતો લેવા જા,જા ઉભોથા…”ચાંદની એ તેના કોમળ હાથ સુરજની છાતી પર મારતા સુરજ ને કહ્યું .

“અરે…..પાગલ….હવે મારે તે ચાર બંગડી વાળી audiને લેવા જવાની કોઈ જરૂર નથી. કેમ કે મે ચાર બંગડી તારા હાથમાં પહેરાવી દીધી અને હંમેશા તારા માટે લાવતો રહીશ,હંમેશા તને પહેરાવતો રહીશ,હંમેશા તારા હાથની સુદંરતાને વધારતો રહીશ,હંમેશા તારા સુહાગને સજાવતો રહીશ .” રૂમની અંદર એકદમ શાંતિની સુવાસ પ્રસરાતી હતી તો બીજી બાજુ સુરજ અને ચાંદની ના હોઠ વચ્ચે ચુબંનની સોબત જણાતી હતી.

ચાંદનીએ સામભળેલો હોર્ન Audiનો હતો .કેમ કે સુરજ માટે તે ચાર બંગડી વાળી ગાડી લાવી મુશ્કેલ હતી. પરંતુ ચાંદનીના સુહાગની શોભાને સુરક્ષિત રાખવા માટે ચાર બંગડી લાવી એકદમ સરળ હતી. દુનિયાનો કોઈ પણ પતિ તેની પત્ની માટે ચાર બંગડી વાળી ગાડી નહી લાવે તો ચાલ છે,પરંતુ પત્નીના હાથની અને તેના સુહાગની શોભા માટે ચાર બંગડી તો લાવવી જ પડશે.

લેખક : ખોડીફાડ મેહુલ (ગુરુ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!