Archive | વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ RSS feed for this section

પિયર…..ભારતીય પતિ પત્નીના શુદ્ધ પ્રેમનું આલેખન કરતી નવલિકા……

દિવાળીની રજા હતી એટલે શાળાએ જવાનું નહોતું. મારી ધર્મપત્ની છાયાને ખબર જ હોય કે શાળામાં રજા હોય કે રવિવાર હોય એટલે મને મોડા સુધી ઊંઘવાની ટેવ. આમ દેખો તો એ ટેવ તેણીએ જ પાડી હતી. જ્યારે મારા લગન થયા ત્યારે મહિના પછી મને શિક્ષકની નોકરી મળેલી. હા એ સાચું છે કે છાયાના પગલાં મારા ઘરમાં […]

“સંસાર” – સમાજની આંખે થી જોઈએ તો કેવું !!!

નિર્મલાબેન અને હું વરસોથી સાથે કામ કરતા હતા. એક જ કાર્યાલયમાં અમે પંદર વર્ષથી પણ વધુ સમય સાથે વિતાવ્યો હતો. કદાચ અમે ઘરમાં અમારા પરિવાર સાથે જેટલો સમય વિતાવ્યો હશે એનાથી વધુ સમય બાજુ બાજુના ડેસ્ક પર અમારા જીવનવીમાના કાર્યાલયમાં વિતાવ્યો હતો. નિર્મલાબેન પંદરેક વર્ષથી મારા પરિચિત હતા. હું એમને હમેશા ખુશ જ જોતી! મેં […]

દરવાજો : સુખ દુઃખનો..

એ સમયે હું ગીરના જંગલમાં એક વૃક્ષ તરીકે જન્મ્યું હતું. મારા મા બાપ મારી પાસે જ હતા પણ ક્યારેય અમે એક બીજાને સ્પર્શી ન શકતા. મારા જન્મથી જ હું બહુ તકલીફોમાં મોટું થયું હતું. જંગલમાં જન્મ્યું હતું એટલે ઢોર ઢાંખરનો ડર સતત મારા માતા પિતાને રહેતો! જે વૃક્ષ શહેરમાં લોકોના ઘરે કે નર્સરીમાં જન્મે છે […]

બેસતા વર્ષની વાર્તા : ફાફડા-જલેબી – તીખા મરચા, મીઠા મિત્રો !!!

“એ મનીયા, અલ્યા હેડ કે ભૈ બધા આવી ગયા છે.” ગોવિંદે બારણેથી બુમ મારી. “પણ અંદર તો આય અલ્યા, મોઢું તો મીઠું કર.” મનુએ વળતા જવાબમાં કહ્યું. નવા બુટ (સૂઝ) ઉતારીને ગોવિંદ આમ તેમ જોવા લાગ્યો. પછી બુટ હાથમાં પકડી ઘરમાં લાવીને ખૂણામાં મૂકી હાથ ખંખેરી દીધા. “અલ્યા, બુટ જબરા લાવ્યો છે. ભૂંડા મને ન […]

સેલ્ફી- અ ડેડલી મિસ્ટેક (સસ્પેન્સ વાર્તા)

વીજળીના ઝબકારા જેવી કેમેરાની લાઈટો એ રૂમમાં થતી હતી. એક તરફ પોલીસ અને બીજી તરફ પત્રકારો નિયતિ શર્માની ડેડ બોડીના ફોટા ખેંચતા હતા. નિયતિની લાસ બાથ ટબમાં પડી હતી. પાણી એના લોહીથી લાલ થઈ ગયું હતું. ઇન્સ્પેકટર અર્જુને પોલીથીન ગ્લોવ્સ પહેરીને એના કોર્પસ(બોડી) ટબમાંથી નીકાળી બહાર રૂમમાં સુવડાવી એના ઉપર બેડની ચાદર લપેટી દીધી. એટલા […]

દિવાળી

હું સ્ટેશન પર હતી. અમદાવાદમાં કાલુપુર સ્ટેશન પર રોજ જોવા મળતી ભીડ એ દિવસે પણ અકબંધ હતી. બધાજ પોતપોતનામાં વ્યસ્ત હતા. કોઈ ટ્રેનની રાહ જોઈ રહ્યું હતું તો કોઈ ટ્રેનમાં આવતા સંબંધીની. દિવાળીનો તહેવાર હતો એટલે ચારેબાજુ ભીડ આસમાને પહોચેલી હતી. સારું થયું કે બહાર તંબુ લગાવીને ચીજવસ્તુઓ અડધા દામે વેચતા વેપારીઓ બેઠા હતા નહિતર […]

સફળ-નિષ્ફળ : એક વાંચવા જેવું વૃતાંત !!!!

લતાબેન અડધોએક કલાક થી કમ્પ્યુટર પર કૈક મથી રહ્યા હતા. કોણ જાણે કઈ ફાઈલ શોધી રહ્યા હતા. આ કમ્પ્યુટર હોયજ છે એવું જાણે નવી પેઢીના છોકરાઓ માટેજ બનાવ્યું હોય. એમાં ગુજરાતીનો ખાસ ઉપયોગ થાયજ નહિ એટલે અંગ્રેજી ન આવડતું હોય તો કામ કરવામાં ખુબ તકલીફ પડે. લતાબેન મહેનત કરીને ગુજરાતી ટાઈપ કરતાતો શીખી ગયા હતા […]

મિત્રો પ્રેમમાં ક્યારેય મજાક કરવો નહિ, અને આ વિરાટે કર્યો એવો મજાક તો બિલકુલ નહિ….

લોખંડની સાંકળો પગમાં ને બંને હાથોમાં પણ એવી જ કાટ ચડેલી બેડીઓ બાંધેલ પાગલ માણસો પાગલખાનાંની દીવાલે બાંધેલી ખૂંટીએ બાંધેલ હતા! કોઈ ખડખડાટ હસતું હતું તો કોઈ બેફામ રડતું હતું! કોઈ પોતાના જ શરીર ઉપર ઘા કરી રહ્યું હતું તો કોઈ પોતાના કપડાં ફાડી રહ્યું હતું! દરેક પુરુષ અને સ્ત્રી એક અલગ જ વિચિત્ર હરકતમાં […]

દિવાળીના કોડિયા વેચતા ફેરિયાની વાર્તા !! – એકવાર અચૂક વાંચજો !!

“એ કોડિયા લઈ લ્યો કો…..ડિ…..યા……” “એ કોડિયા લઈ લ્યો કો…..ડિ…..યા….. દિવાળી માટે કો…..ડિ…..યા……” ફેરિયાનો અવાજ સંભળાયો ત્યારે રંજનબેન ગઈ કાલે લાવેલ પચીસ હજારનું ઝૂમર ઘરમાં લગાવતા હતા. ઝૂમરનું ફિટિંગ ચાલુ હતું. પતિ અલ્પેશભાઈ અને પુત્ર નિરંજન તો સવારથી ઓફીસ ચાલ્યા ગયા હતા. ઝૂમર લાવીને ઘરે મૂકી દીધું હતું પણ લગાવવા માટે સમય નહોતો. દિવાળીની સીઝનમાં […]

શ્યામું અને વીનું….. પરાક્રમ….. વિનુનો ઈન્ટરવ્યું….. શેર કરો તમારા મિત્રો સાથે….

વિનુનો ઇન્ટરવ્યૂ..? હું અને શ્યામસુંદર મેં લાવેલી નવી બત્રીસ ઇંચની એલ.ઇ.ડી. ટી.વી. વિશે સમજી અને શીખી રહ્યા હતા. “માસ્તર સાહેબ, બાકી જોરદાર ટી.વી. લાવ્યું છે. આપણેય હવે લાવી દઈશું.” શ્યામસુંદર હમેશા પોતાના માટે બહુવચન જ વાપરતો એ હતો અપરિણીત અને શુદ્ધ સિંગલ છતાં આપણે શબ્દ જ એ વાપરતો. “આ ટી.વી. ને લીધે ટાઈમ પાસનો ટાઈમ […]

error: Content is protected !!