Archive | મૌલિક જગદીશ ત્રિવેદી RSS feed for this section

કૂતરું પાળવાની કઠણાઈ – અમેરિકામાં રહેતા NRI પરિવારની સત્યઘટના !!!

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસથી સાન ડિયાગો જતાં રસ્તામાં મુરીએટા નામનું ગામ આવે છે. આ ગામમાં મૂળ અમરેલી જિલ્લાના જાળિયા ગામના અતુલભાઈ નાકરાણી રહે છે. મેં એમને પૂછ્યું કે આપનો અભ્યાસ કેટલો છે ? આ સાંભળી મને જવાબ આપવા માટે ચાલુ મોટરે બારણું ખોલીને રોડ ઉપર થૂંકતા કહ્યું કે, મારી પાસે બે ડિગ્રી છે. મારી […]

” મુંબઈ એરપોર્ટ : આ સત્યઘટના વાંચી ને તમને આઘાત લાગશે.”- શેર કરજો અચૂક….!!!

ગયા વર્ષે મારા પપ્પા જગદીશ ત્રિવેદી અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ ઉતર્યા. તેમની એક બેગ કર્મચારીઓની ભૂલના કારણે બીજા દેશમાં જતી રહી. માત્ર ૨૪ કલાકમાં એરપોર્ટનો એક માણસ લખાવેલાં સરનામે રૂબરૂ આવીને બેગ આપી ગયો. પપ્પાએ ટીપ આપી તો એણે પ્રેમથી સ્વીકારવાની ના પાડી દીધી અને લગભગ ૫ વખત સોરી બોલ્યો. ત્યારે પપ્પાએ કહ્યું કે તમે […]

ભાર વગરનું ભણતર કે ભણતરનો ભાર ? આજ ના દરેક Intellectuals ખાસ વાંચે…!!!!

હું મૌલિક જગદીશ ત્રિવેદી કૅનેડામાં ૪ મહિનાથી અભિયાસ કરી રહ્યો છું. અહીં વિદ્યાર્થીઓ કોફી પીતા-પીતા અને નાસ્તો કરતા કરતા પણ કલાસમાં ભણી શકે છે. મોબાઈલમાં જરૂરી કોલ આવે તો બહાર જઇને વાત પણ કરી શકે. અરે એટલું જ નહિ ! વિદ્યાર્થીને કંટાળો આવે અથવા કામ આવી જાય તો એ ચાલુ લેકચરે નીકળી પણ શકે છે. […]

આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ – બહુ ઓછા લોકો એ વાંચ્યો હશે !!

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની “Theory of Relativity” ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો. એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કીધું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં […]

મોરારિબાપુના જન્મદિવસે : જીવનમાં યાદ રાખવા જેવી વાતો…ચાલો, કોમેન્ટ માં બાપુને શુભેરછા આપીએ..

માનસરોવરના ઘાટ પર એક સાધુ સાથે થોડાં ભકતજનો ઊભાં છે. સાધુએ હસ્તલિખિત રામચરિતમાનસને પ્લાસ્ટિકમાં વીંટાળી પાણીમાં ઝબોળી તેના ઊપર પાણીનાં છાંટા નાખ્યાં. એમનો અવાજ અલૌકિક અનુભૂતિથી રુંધાયેલો હતો, હોઠ કંપતા હતા, આંખો જાણે બીજું માનસરોવર બની ગઈ હતી. ત્યારબાદ રામચરિતમાનસ સામે આંગળી ચિંધીને કહ્યુ : સૌરાષ્ટૃનાં ગામડાના ગરીબ સાધુનો દીકરો આ પોથીના પ્રતાપે માનસરોવર સુધી […]

નારી તું નારાયણી – ભારતની યુવતીઓ પર લખેલ એક સત્ય હકીકત !!!

ગઈકાલે કેનેડામાં મારી સાથે ભણતી એક ગુજરાતી છોકરી રાતે ૨.૩૦ વાગે જોબમાંથી છૂટીને એના ઘરે ગઈ. બસ સ્ટોપથી એનું ઘર આશરે ૨૦ મિનિટ્સ જેટલું દૂર હોવાથી અડધી રાતે એટલું ચાલીને જવું પડ્યું. મેં એને પૂછ્યું તને ડર ના લાગ્યો ? મને કહે કૅનેડામાં ડર શેનો ? મોબાઈલ હાથમાં જ રાખ્યો હતો. જરાય બીક લાગી હોત […]

પોલૅન્ડના વડાપ્રધાનના જીવનની સત્યઘટના ! – જોરદાર પ્રસંગ છે…ખાસ વાંચજો!

૧૮૯૨ની સાલ હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. એ ફીસ ભરવા સંઘર્ષ કરતો હતો. માં-બાપ હૈયાત ન હોવાથી એને જાતે ફીસ ભેગી કરવાની હતી. એ વિદ્યાર્થીએ તેના મિત્ર સાથે મળી કૅમ્પસમાં એક સંગીતના કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું. જે આવક થાય તેમાંથી ફીસ ભરી દેવાય. તેમણે એક પિયાનોવાદક ઇગ્નસી પેડેરેવસ્કીનો સંપર્ક કર્યો. તેના મેનેજરે […]

“અાપઘાતની ઘાત ટાળીઅે” – આ સત્યઘટના વાંચી તમને ક્યારેય આપઘાત કરવાનો વિચાર નહિ આવે.

ઈજીપ્તનું એક નાનકડું ગામ, ત્યાં એક નેકદિલ ખુદાપરસ્ત કાજીસાહેબ રહેતા હતા. તેઓ રોજ સવારે ચાલવા જતા હતા. એક સવારે તેમણે હુસેનને ઉતાવળે ચાલ્યો જતો જોયો. કાજીસાહેબને હુસેનની ચાલ આજે સાવ જુદી જ લાગી. હુસેનને ઉભો રાખી પૂછ્યું ‘હુસેન કઈ તરફ જઈ રહ્યો છે ?’ હુસેને કહ્યું ‘જિંદગીનો અંત લાવવા, ખુદકુશી કરવા જઈ રહ્યો છું.’ કાજીસાહેબે […]

શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક – માંડવરાયજી દાદા મુળી !! બહુ ઓછા લોકો જાણતા હશે આ મંદિર વિષે..

આશરે ૮૦ વર્ષ પહેલાની વાત છે. રાજકોટની બાજુમાં પડધરી ગામમાં જન્મેલો એ છોકરો. વાંકાનેરમાં અભિયાસ કરતો હતો. એને મુળી માંડવરાયજી દાદામાં અપાર શ્રદ્ધા. માંડવરાયજી દાદા એટલે સૂર્ય ભગવાન. એ સમયમાં વાંકાનેરથી મુળીની ટ્રેનમાં રીટર્ન ટિકિટ ૧૦-૧૫ પૈસા હતી. પરંતુ એટલા પૈસા પણ એ છોકરા આગળ હોય નહિ. એ બચત કરે અને ૧૫ પૈસા ભેગા થાય […]

જ્ઞાતી અને લક્ષણો : અચૂક વાંચવા જેવી રમૂજી કવિતા

બ્રાહ્મણ કર્મકાંડી હોય ને ગોરાણી થોડીક ગાંડી હોય આમ મનનો ભોળો હોય પણ દક્ષિણા ઉપર ડોળો હોય. લોહાણો લહેરી લાલો હોય, ડુંગળીને બહુ વહાલો હોય વેપારમાં કાયમ પાકો હોય, અડધા ગામનો કાકો હોય. ક્ષત્રિય વ્યસનનો વેરી હોય, દુશ્મન માટે ઝેરી હોય રૈયતના સુખે સુખી હોય, દરબાર ગામનો મુખી હોય. શેઠિયો કાયમ સાજો હોય, ડિલે તાજોમાજો […]

error: Content is protected !!